અમરેલી જિલ્લા કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણાએ આજે લાઠીના ભુરખીયા હનુમાન મંદિરની મુલાકાત લીધી હતી. કલેક્ટરશ્રીએ પ્રવાસન વિકાસ સમિતિ હેઠળ હાથ ધરવામાં આવેલા કામોની સમીક્ષા કરી અમલીકરણ અધિકારીઓને સૂચના આપી હતી. કલેક્ટરશ્રીની મુલાકાત દરમિયાન સ્થાનિક તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
નોંધનીય છે કે ભુરખિયા મંદિરને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા ૨.૧૧ કરોડની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી હતી. મંદિરની સામે ૧.૭૭ કરોડના ખર્ચે બગીચો અને ૩૨ લાખના ખર્ચે પુલ બનાવવાની કામગીરી હાલ પૂર્ણતાના આરે છે. ૭૨૮૨ ચો.મી. બગીચાની ડિઝાઇન ‘ગદા’ આકારની બનાવવાની કામગીરી હાલ પૂર્ણતાના આરે છે.
Recent Comments