પ્રહલાદનગરના પાંચા તળાવની ભારે વરસાદથી તૂટેલી દીવાલોનું સમારકામ ન થતા સ્થાનિકો પરેશાન

ગત ચોમાસામાં ભારે વરસાદના કારણે અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં આવેલા પાંચા તળાવની દીવાલ તૂટી પડી હતી. જેના કારણે બાજુમાં આવેલા વ્રજ વિહાર ફ્લેટના ભોંયરા અને પાર્કિંગમાં પાણી ઘૂસી ગયા હતા. છેલ્લા સાત મહિનાથી પાંચા તળાવની દીવાલો તૂટેલી હાલતમાં જ છે અને કાટમાળ પણ એની એ જ પરિસ્થિતિમાં ત્યાં પડી રહ્યો છે. ચોમાસા દરમિયાન બનેલી આ ઘટના બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (છસ્ઝ્ર)ના અધિકારીઓ ભાજપના કોર્પોરેટરો કે ધારાસભ્યએ આ તળાવ ગાર્ડન પર ધ્યાન જ નથી આપ્યું, જેના કારણે ત્યાંના સ્થાનિક લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. સવારે મોર્નિંગ વોક તેમજ વૃદ્ધોને બેસવા માટેના આ ગાર્ડનમાં જઈ શકતાં નથી.
સરખેજ વોર્ડના ભાજપના કોર્પોરેટરએ એક સમાચાર એજન્સી સાથેની વાતચીતમાં જણાવ્યા અનુસાર જાે તમને કહીએ તો, પાંચા તળાવની દીવાલ જે તૂટી ગઈ છે, તેને રિપેર કરવા માટે થઈને ગત સ્ટેન્ડિંગ કમિટીમાં આ મામલે મેં રજૂઆત કરી હતી. અધિકારીઓ સાથે વાત પણ કરી હતી. અમારી વોર્ડ સમિતિની બેઠકમાં પણ આ મામલે રજૂઆત કરી ચૂક્યો છું અને આ વિષય બાબતે મેં ધ્યાન દોર્યુ છે. પ્રહલાદનગર વિસ્તારના સ્થાનિક રહેવાસી વિજયભાઈએ જણાવ્યું હતું કે, જુલાઈ મહિનામાં ભારે વરસાદના કારણે ઔડાના આ તળાવ કમ ગાર્ડનમાં પાણી ભરાવવાના કારણે તેની દીવાલ તૂટી પડી હતી અને પાણી બાજુમાં આવેલા વ્રજ વિહાર ફ્લેટના ભોયરામાં અને પાર્કિંગમાં ઘૂસી ગયા હતા. લોકોને ભારે નુકસાન થયું હતું.
ચોમાસા બાદ હવે શિયાળો પણ જતો રહ્યો છે. ત્યારે હજી સુધી આ તળાવની દીવાલોને રિપેર કરવામાં આવી નથી. લોકો આ ગાર્ડનમાં ચાલવા માટે સવાર સાંજ આવતા હતા. પરંતુ તળાવ અને ગાર્ડનની દીવાલ તૂટ્યા બાદ તેને રિપેર કરવામાં આવી નથી જેથી લોકો પણ હવે અહીંયા આવતા બંધ થઈ ગયા છે. જ્યારે અન્ય એક સ્થાનિકે રોષ ઠાલવતા જણાવ્યું હતું કે, ભાજપના કોર્પોરેટર અને ધારાસભ્યોને મત આપી દઈએ છીએ, પરંતુ તેઓ આવા જાહેર સ્થળોને જાેવા માટે પણ આવતા નથી. પાંચા તળાવની દીવાલો જ્યારે તૂટી હતી, ત્યારે જે પરિસ્થિતિમાં હતી, એ જ પરિસ્થિતિમાં આજે જાેવાઈ રહી છે. બીજી તરફ બહાર રોડ ઉપર પણ ફૂટપાથ તૂટી ગઈ છે. ગાર્ડનને મેન્ટેઈન કરવા માટે થઈને કંપનીઓને આપી દેવામાં આવે છે.
પરંતુ ખુદ અધિકારીઓ કે કોર્પોરેટરો અહીંયા જાેવા માટે પણ આવતા નથી. રોજ સવારે અમે ચાલવા માટે અહીંયા આવતા હતા પરંતુ ચોમાસામાં આ દીવાલ તૂટી ગયા પછી ત્યાં ચાલવાનું પણ બંધ થઈ ગયું છે. પ્રહલાદનગર રોડ પર આવેલા પાંચા તળાવની દીવાલો ચોમાસામાં ભારે વરસાદના કારણે તૂટી ગયા બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા ત્યાં કોઈપણ પ્રકારનું ધ્યાન આપવામાં આવ્યું નથી. તળાવનું પાણી પણ ખૂબ જ ગંદુ અને લીલું થઈ ગયું છે. તળાવમાં ગંદકી જાેવા મળી રહી છે, જાે ત્યાંથી પસાર થાવ તો પણ ખૂબ જ ખરાબ દુર્ગંધ મારે છે. તળાવ કમ ગાર્ડનને મેન્ટેઈન કરવાની જવાબદારી અમૂલ કંપનીને આપી છે, પરંતુ તેઓ દ્વારા પણ કોઈ પણ પ્રકારનું ધ્યાન આપવામાં આવ્યું નથી, જેથી છેલ્લા કેટલાય સમયથી આ રીતે તળાવની દીવાલો તૂટેલી હાલતમાં છે.
Recent Comments