ગુજરાત

પ્રાંતિજના મજરા પાસે અમદાવાદથી હિંમતનગર જઈ રહેલી આઇસરમાં આગ લાગતા વાહનચાલકનું કરુણ મોત

પ્રાંતિજના મજરા પાસે અમદાવાદથી હિંમતનગર જઈ રહેલી આઇસરમાં અકસ્માત બાદ આચનકજ આગ લાગતા વાહનચાલકનું કરુણ મોત થયું હતું. અજાણ્યા વાહન સાથે ટક્કર બાદ આઇસરમાં આગ લાગ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સાબરકાંઠાના આઇસરમાં અજાણ્યા વાહન સાથે આઈસરની ટક્કર થતાં વાહનચાલક ફસાઈ ગયો હતો. તેમજ એકાએક આગ ફાટી નીકળતાં ચાલક જીવતો ભુંજાયો છે. અકસ્માતના પગલે નેશનલ હાઇવે પર ટ્રાફિક ચક્કાજામ થયો છે. અકસ્માતના પગલે સ્થાનિકો તરત જ દોડી આવ્યા હતા. લોકોએ પોલીસને અકસ્માતની જાણ કરતા પોલીસ દોડી આવી હતી.

પોલીસ દ્વારા આ ઘટનાની સમગ્ર વિગત મેળવવા ચક્રો ગતિમાન કર્યા છે તેમજ હ્લજીન્ની ટીમ દ્વારા આઇસર માં આગ કેવી રીતે લાગી તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમમાં મોકલ્યો છે. ઉપરાંત, મૃતકની ઓળખ કરવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. પોસ્ટમોર્ટમ પછી પોલીસ મૃતકની ઓળખ કરીને તેમનો મૃતદેહ તેમના સગાસંબંધીઓને સોંપશે. આ ઉપરાંત પોલીસ ડ્રાઇવર નશામાં હતો કે નહીં તેની પણ ચકાસણી કરશે. આ માટે છેલ્લે આ વાહન જ્યાં રોકાયું હતું તે સ્થળ પણ જીપીએસની મદદથી શોધીને આગળની કાર્યવાહી કરવામાં આવશે.

Related Posts