fbpx
ભાવનગર

પ્રાઈવેટ હોસ્પિટલનો પણ કોવિડ-૧૯ વેક્સિનેશન સેન્ટર તરીકે સમાવેશ કરાશે

ભારત સરકારની ગાઈડલાઇન મુજબ કોવિડ-૧૯ રસીકરણ દ્વારા વધુમાં વધુ લાભાર્થીને સમયમર્યાદામાં આવરી શકાય તે હેતુસર ભાવનગર કોર્પોરેશન વિસ્તારની MA/PMJAY સિવાયની પ્રાઈવેટ હોસ્પિટલમાં કોવિડ વેક્સિનેશન સેન્ટર ચાલુ કરવા માટે ભારત સરકારની ગાઈડલાઇન મુજબ કોવિડ વેક્સિનેશન સેન્ટર માટેના ચાર માપદંડ સહિતની શરતો પરિપૂર્ણ થતાં સાથે પ્રાઈવેટ હોસ્પિટલને કોવિડ-૧૯ વેક્સિનેશન સેન્ટર તરીકેની મંજુરી આપવામાં આવશે.        

પ્રાઈવેટ હોસ્પિટલોમાં ભારત સરકારશ્રીની ગાઈડલાઇન મુજબના ચાર માપદંડ પૂર્ણ થવા જોઈએ. પ્રાઈવેટ હોસ્પિટલોએ એક ડોઝ લેખે રૂ.૧૫૦.૦૦ અગાઉથી જમા કરાવવાના રહેશે. કોવીન ૨.૦ પોર્ટલમાં રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. સમય અંતરે મળતી ભારત સરકારની તથા રાજ્ય સરકારની સૂચનાઓનું ચૂસ્તપણે પાલન કરી તે પ્રમાણે કામગીરી કરવાની રહેશે

Follow Me:

Related Posts