ગુજરાત

પ્રાકૃતિક કૃષિના પ્રણેતા—મહામહિમ રાજયપાલઆચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતીમાં

સેન્ટર ઓફ એકસેલન્સ (ઈટી, આઈવીએફ) લેબ, અમરદાણ ફેકટરી સામે, ધારી રોડ, અમરેલી ખાતે જીલ્લા સહકારી સંસ્થાઓની સંયુકત
વાર્ષિક સાધારણ સભા યોજાશે વર્ષાન્તે એક છત્ર તળે મળતી સાધારણ સભાનો સીલસીલો યથાવત રાજભવન ખાતે નિમંત્રણ પાઠવતા ઈફકોના ચેરમેન દિલીપ સંઘાણી, જીલ્લા સહકારી સંઘના ચેરમેન મનિષ સંઘાણી, ડીરેકટર બાબુભાઈ સખવાળા, પ્રદેશ ભાજપ પ્રવકતા શૈલેષ પરમાર
આગામી તા. ૨૧-સપ્ટેમ્બરના રોજ અમરેલી ખાતે જીલ્લાની સહકારી સંસ્થાઓની સંયુકત વાર્ષિક સાધારણ સભા પ્રાકૃતિક કૃષિના પ્રણેતા—ગુજરાત રાજયના રાજયપાલ મહામહિમ આચાર્ય દેવવ્રતજી ની ઉપસ્થિતીમા યોજાશે. રાજભવન-ગાંધીનગર ખાતે સહકારી અગ્રણી દિલીપભાઈ સંઘાણી, અમરેલી જીલ્લા સહકારી સંધના પ્રમુખ મનિષ સંઘાણી, પ્રદેશ ભાજપ ડીબેટ પ્રવકતા શૈલેષભાઈ પરમાર, ડીરેકટર બાબુભાઈ સખવાળા સહિતના પ્રતિનિધિ મંડળે પાઠવેલ નિયંત્રણનો સ્વિકાર કરેલ છે.જિલ્લાની ૧૨ જેટલી સહકારી સંસ્થાઓની સાધારણ સભા એકમંચ પર મળશે. જેમા રાજયપાલ અધ્યક્ષસ્થાન શોભાવશે જે દેશ–રાજ્યમા નોધપાત્ર કહી શકાય તેવો ચીલો અમરેલી જિલ્લામાં ચાતર્યો છે જે પ્રસંશનીય છે. કાર્યક્રમ તા. ૨૧-૦૯-૨૦૨૪, શનિવારના રોજ સવારના ૧૦–૦૦ કલાકે સેન્ટર ઓફ એકસેલંન્સ (ઈટી/આઈવીએફ) લેબ, અમરદાણ ફેકટરી સામે, ધારી રોડ, અમરેલી ખાતે યોજાશે જેમા તમામ સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભાની કામગીરી હાથ ધરવામા આવશે તેમ સંસ્થાની અખબારી યાદીમાં જણાવાયેલ છે.

Related Posts