ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી, (હાલોલ કેમ્પ. સંલગ્ન) કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ, અમરેલી કોલેજ શરુ થઇ છે. આ નવું શૈક્ષણિક પગલું એ માનવ કલ્યાણ અને પર્યાવરણ સંરક્ષણના હેતુઓ સાથે કાર્યરત છે. આજના સમયમાં પ્રાકૃતિક ખેતી અને પ્રાકૃતિક ખેતી માટે નાગરિકોમાં જાગૃત્તિ આવે તે ઉદ્દેશ્ય છે.
આ નવી કોલેજમાં વિદ્યાર્થઓને પ્રાકૃતિક કૃષિને લગતું ઉચ્ચત્તમ શિક્ષણ, સંશોધન અને વિસ્તરણ માટે આધુનિક પ્રવૃત્તિઓ અને અભ્યાસક્રમો ઉપલબ્ધ છે. પ્રાકૃતિક ખેતી અંતર્ગત જમીન સ્વાસ્થ્ય, પુનઃસ્થાપન, અને જૈવિક કીટ નિયંત્રણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આ અભ્યાસક્રમ વિદ્યાર્થીઓને કૃષિ ક્ષેત્રમાં ટકાઉ અને કુદરતી પદ્ધતિઓમાં પ્રગતિલક્ષી અને વ્યવહારુ તાલીમ આપશે.
કોલેજ ખાતે આ વર્ષે પ્રવેશ મેળવ્યો છે તેવા વિદ્યાર્થીઓને આવકારવામાં આવ્યા. ઓરિએન્ટેશન પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું, ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી કુલપતિશ્રી ડૉ. સી. કે. ટીંબાડિયાના આશિર્વાદ અને પ્રેરણા તેમજ યુનિવર્સિટીના સંશોધન નિયામકશ્રી તેમજ પી.જી.ડીન ડૉ. વી.પી.ઉસદડિયાના માર્ગદર્શનથી સમગ્ર કાર્યક્રમનું આયોજન થયું હતું, ૩૮ વિદ્યાર્થીશ્રીઓ તેમજ વાલીશ્રીઓ હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમનું આયોજન નેચરલ ફાર્મિંગ કોલેજના આચાર્યશ્રી ડૉ. સ્વપનિલ દેશમુખના અધ્યક્ષ સ્થાને કરવામાં આવેલ તેમના દ્વારા વિદ્યાર્થીઓના વાલીઓને ગુજરાત રાજ્યના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી દ્વારા લિખિત પ્રાકૃતિક કૃષિનું પુસ્તક અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટીની જયુટ બેગ કીટ આપી આવકારવામાં આવ્યા હતા.આચાર્યશ્રી અને કોલેજના નવ નિયુક્ત આસિસ્ટન્ટ પ્રોફેસર તથા યુનિવર્સિટી સ્ટાફ દ્વારા નવા વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. કોલેજ દ્વારા પ્રાકૃતિક ખેતી શા માટે જરૂરી છે તે વિષે જણાવ્યું હતું તેમજ આશીર્વચન દ્વારા વિદ્યાર્થીઓનો ઉમંગ અને ઉત્સાહ વધાર્યો હતો.
સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં કોલેજના આચાર્યશ્રી ડૉ. સ્વપનિલ દેશમુખ, આસિસ્ટન્ટ પ્રોફેસર શ્રી બી.ડી.મકવાણા, ડૉ.ભાવિકભાઈ ગોંડલીયા તથા શ્રી પ્રિયંકાબેન જાગાણી, શ્રી કનૈયાલાલ સરવાળીયા, શ્રી રુદ્રતેજભાઈ ત્રિવેદી, શ્રી હિમાનીબેન ગજેરા, શ્રી રંજનબેન રેણુકાએ જહેમત ઉઠાવી હતી. આ અંગે વધુ વિગતો માટે કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ, ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિ., લીલીયા રોડ, અમરેલી પિન નં.૩૬૫૬૦૧ મો.નં.૯૫૧૦૧ ૪૬૩૩૮ principal.gnfsu.amreli@gmail.com નો સંપર્ક કરવો તેમ આચાર્યશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.
Recent Comments