પ્રાકૃતિક ખેતીમાં શ્રેષ્ઠ ઉપયોગીતા એટલે બીજામૃત જીવામૃત, બીજામૃત અને ઘનામૃત અને દેશી ગાય આધારિતની ખેતી

દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં પ્રાકૃતિક ખેતીને વિશેષ પ્રાધાન્ય મળી રહ્યું છે. ત્યારે ગુજરાત રાજ્ય સહિત ભાવનગર જિલ્લાના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા માટેની સમજની સાથે તાલુકા ક્લસ્ટર દીઠ ખેડૂતોને તાલીમ આપીને ખેડૂત મિત્રોને પ્રોત્સાહિત કરવામા આવી રહ્યાં છે.તાલુકા ક્લસ્ટર દીઠ ખેડૂતોને તાલીમ મારફતે દેશી ગાય આધારિત ખેતી, બીજામૃત એટલે બીજ અને અમૃત. જીવામૃત, બીજામૃત અને ઘનામૃત દ્વારા ખેતી કરીને જમીનની ફળદ્રુપતા વધારવા સહિત પ્રાકૃતિક કૃષિમાં જીવામૃતની મહત્તા અને તેના ઉપયોગ વિશેની જાણકારી આપવામા આવે છે. સાથે- સાથે એનાથી થતા ફાયદા અંગે પણ સમજણ પુરી પાડવામા આવે છે. ખેડૂતમિત્રો એવું જણાવે છે કે વર્ષો પહેલા બાપ-દાદાઓ ખેતી કરતા હતા ત્યારે કોઇ પણ જાતની દવાઓનો ઉપયોગ કર્યા વગર ખેતી કરતા હતા માત્ર પ્રાકૃતિક વસ્તુઓનો ઉપયોગ કરીને ખેતી કરતા હતા જે વર્ષો સુધી ઉપયોગમાં આવતી અને જેનાથી શરીરની સ્વાસ્થ્ય કે જમીનની ફળદ્રુપતાને કોઇ નુકસાન જોવા મળતું ન હતું. આજે ખેડૂતો પ્રાકૃતિક ખેતીને મહત્તમ પ્રાધન્ય આપી રહ્યા છે. પ્રાકૃતિક વસ્તુઓ-વનસ્પતિઓનો ખેતીના પાકની ઉપયોગીતા વિશે જાણીએ
- કોઈપણ પ્રકારના કેમિકલ વગર આંકડાનાં પાંદડા, બેસન કે કોઈ પણ દાળનો લોટ, ગોળ, લીમડાનાં પાદંડા, ગૌમૂત્ર, તાજી છાસ, પાણી માંથી અમૃતપાણી જે પાકના વિકાસ માટે ઉપયોગમાં આવે છે.
- ખેતીના પાકમાં આવતી હાનિકારક કીડા-કીટકોને નાશ કરવા માટે પેન્ટાફાઈટર.
- ગૌમૂત્ર, કડવા લીમડા, તીખા મરચા, દેશી લસણમાંથી અગ્નિયાસ્ત્ર જે ઈયળ અને કોઈ પણ પ્રકારના જીવાને રક્ષણ આપવામાં મદદ કરે છે.
- ડાંગર તુવેરના બીજને પડ આપવા માટે બીજામૃત દવા ઉપયોગ કરવામાં આવે છે. જૈવિક કુદરતી દવાઓ બનાવી ખેતીમાં ઉપયોગ કરે છે.
Recent Comments