fbpx
ગુજરાત

પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે દેશી ગાય નિભાવ સહાય યોજના I-khedut પોર્ટલ પર અરજી કરી શકાશે

રાજ્યના ખેડૂતોનો ખેતી ખર્ચમાં ધટાડો થાય અને ખેડૂતની આવકમાં વધારો થાય તેમજ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની સંખ્યામાં વધારો થાય તે માટે સરકાર દ્વારા યોજના શરૂ કરાઇ છે. જેમાં સંપુર્ણ પ્રાકૃતિક ખેતી અથવા ઓછામાં ઓછુ 1 એકર પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત પરિવારને ખાતા દીઠ ગમે તે એક સભ્યને એક દેશી ગાયના નિભાવ ખર્ચ માટે પ્રતિ માસ રૂ. 900/- સહાય યોજનાનું i-khedut પોર્ટલ પર ઓનલાઇન અરજી આગામી 27મી મે 2022 સુધી કરી શકાશે તેમજ અગાઉના વર્ષના સહાય મેળવતા લાભાર્થીઓએ અરજી કરવાની રહેશે નહિ. આ સહાયમાં વાછરડાને ગાય તરીકે ગણવામાં નહીં આવે              

  જે ખેડૂત દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા હોય તેવા ખેડૂત પરિવારને ખાતા દીઠ ગમે તે એક સભ્યને એક દેશી ગાયના નિભાવ ખર્ચ યોજનાનો લાભ મેળવવા માંગતા ખેડૂત અરજદાર પાસે આઇડેંટીફીકેશન ટેગ ધરાવતી દેશી ગાય તેમજ અરજદાર ખેડૂતે પ્રાકૃતિક ખેતીની તાલીમ લીધેલી હોવી જરૂરી છે.              આ યોજના માટે i-khedut પોર્ટલ પર ઓનલાઇન અરજી પ્રક્રિયા શરૂ છે. જે તા.27મી મે 2022સુધી ચાલુ રહેશે. અરજદાર ખેડૂતે પ્રિંટ આઉટ અરજી સાથે 7/12, 8-અની નકલ, આધાર કાર્ડની નકલ, સંયુકત ખાતેદાર હોય તો અન્ય ખાતેદારનું સંમતિ પત્રક, દેશી ગાય સાથે અરજદારનો ફોટો અને બેંક પાસબુકની ઝેરોક્ષ અથવા રદ કરેલો ચેક જોડી અરજી કર્યાના દિન-07માં ગ્રામસેવકશ્રી અથવા જે તે તાલુકાના આત્માના એ.ટી.એમ. અને બી.ટી.એમ. અથવા પ્રોજેકટ ડાયરેકટર આત્માની કચેરીએ જમા કરાવવાની રહેશે, તેમ પ્રોજેક્ટ ડાયરેક્ટર, આત્મા યોજના, રાજપીપલા-જિ.નર્મદા તરફથી એક અખબારી યાદીમાં જણાવાયું છે.

Follow Me:

Related Posts