અમરેલી

પ્રાકૃત્તિક ખેતીનો વર્કશોપ બાળકોને કુદરત સાથે જોડવાનો પ્રયાસ

સાવરકુંડલાના બાઢડા ખાતે આવેલી અમરેલી જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત પે સેન્ટર શાળામાં ધોરણ ૬ થી ૮ ના ૭૫ વિદ્યાર્થીઓ માટે પ્રાકૃત્તિક ખેતી અંગેનો વર્કશોપ યોજાયો હતો. આ વર્કશોપમાં જય રામનાથ વર્મી કમ્પોસ્ટના સાર્થકભાઈ અશ્વિનભાઈ ઠાકર દ્વારા બાળકોને પ્રાકૃત્તિક ખેતીના મહત્વ અને ફાયદાઓ સમજાવવામાં આવ્યા.વર્કશોપમાં  ઠાકરેએ  બાળકોને શીખવ્યું કે કેવી રીતે કુદરતી રીતે ખેતી કરી શકાય અને તેનાથી થતાં ફાયદાઓ શું છે. તેમણે જણાવ્યું કે હાલમાં ખેડૂતો દ્વારા વપરાતા ઝેરી ખાતરો શાકભાજી અને અનાજને દૂષિત કરે છે, જેના કારણે ગંભીર રોગો થાય છે.વર્કશોપનો મુખ્ય હેતુ બાળકોને કુદરત સાથે જોડવાનો અને તેમને પ્રાકૃત્તિક ખેતીના મહત્વ પ્રત્યે જાગૃત કરવાનો હતો. શ્રી ઠાકરે બાળકોને અળસિયાના ખાતર બનાવવાની પ્રક્રિયા પણ શીખવી.આ વર્કશોપ બાળકો માટે ખૂબ જ ઉપયોગી રહ્યો. તેમણે પ્રાકૃત્તિક ખેતીના મહત્વ અને ફાયદાઓ શીખ્યા અને તેમને કુદરત સાથે જોડાયેલા રહેવાનો પ્રેરણા મળી.

Related Posts