રાષ્ટ્રીય

પ્રાણાયામ કરવાથી બ્લડ પ્રેશર રહે છે કંટ્રોલમાં, જાણો બીજા ફાયદાઓ પણ

આજની આ ફાસ્ટ લાઇફમાં દરેક લોકોએ યોગા કરવા ખૂબ જ જરૂરી છે. યોગાથી શરીરમાં રહેલી અનેક નાની-મોટી બીમારીઓ દૂર થઇ જાય છે અને સાથે સ્ટ્રેસ લેવલ પણ ઘટે છે. જો તમે દરરોજ પ્રાણાયામ કરો છો તો તમારું સ્ટ્રેસ લેવલ ઓછુ થાય છે અને સાથે-સાથે તમારો આખો દિવસ પણ હેપ્પી-હેપ્પી રહે છે. આ માટે જરૂરી છે કે તમારે દરરોજ પ્રાણાયામ કરવા. શું તમે જાણો છો પ્રાણાયામ કરવાથી હેલ્થને થતા આ ફાયદાઓ વિશે? તો જાણી લો તમે પણ પ્રાણાયામ કરવાથી શું થાય છે તમારા હેલ્થને ફાયદા.

  • જો તમે દરરોજ પ્રાણાયામ કરો છો તો તમારા ફેફસાં મજબૂત થાય છે. અનેક લોકોને શ્વાસ લેવાની તકલીફ પડતી હોય છે. શ્વાસની તકલીફને કારણે એની સીધી અસર ફેફસાં પર પડે છે જેના કારણે ફેફસાં નબળા પડે છે. આમ, જો તમે રોજ પ્રાણાયામ કરો છો તો તમે આ તકલીફમાંથી બહાર આવી શકો છો.
  • દરરોજ પ્રાણાયામ કરવાથી સ્ટ્રેસ લેવલ ઘટી જાય છે. અનેક લોકોને કામનો સ્ટ્રેસ વધારે હોય છે જેના કારણે શરીરને પૂરતો આરામ મળતો નથી અને સ્ટ્રેસ લેવલ વધી જાય છે, પરંતુ જો તમે રોજ પ્રાણાયામ કરો છો તો તમારું સ્ટ્રેસ લેવલ ઓછું થઇ જાય છે અને સાથે તમે ખુશ પણ રહો છો.
  • કોરોના કાળમાં દરેક લોકોએ દરરોજ 10 મિનિટ પ્રાણાયામ કરવા જોઇએ. દરરોજ પ્રાણાયામ કરવાથી ઇમ્યુનિટી બુસ્ટ થાય છે જેના કારણે કોરોના સામે લડી શકાય છે.
  • દરરોજ પ્રાણાયામ કરવાથી ઓક્સિજન સારો સપ્લાય થાય છે. લાંબા શ્વાસ લેવાથી ઓક્સિજન લેવલ વધે છે અને બીજી અનેક બીમારીઓ સામે લડી શકાય છે.
  • જો તમારું બ્લડ પ્રેશર કંટ્રોલમાં ના રહેતું હોય તો તમે દરરોજ પ્રાણાયામ કરો. દરરોજ પ્રાણાયામ કરવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે અને તમને બીજી કોઇ તકલીફ પણ થતી નથી.

Related Posts