પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભુંભલીની કામગીરીને બિરદાવતા આરોગ્ય વિભાગના મદદનીશનિયામક ડો. સુરેન્દ્ર જૈન
ભાવનગર જીલ્લાનાં જુના રતનપર ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રામા ગાંધીનગરથી પધારેલા આરોગ્ય વિભાગના મદદનીશ નિયામકશ્રી ડો. સુરેન્દ્ર જૈન ઉપસ્થિત રહ્યા હતા. જેમણે કાર્યક્રમ બાદ આરોગ્ય વિભાગના કેમ્પની મુલાકાત લીધી હતી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભુંભલીની કામગીરીને બિરદાવી હતી.
આરોગ્ય વિભાગના મદદનીશ નિયામકશ્રી ડો. સુરેન્દ્ર જૈન દ્વારા ગામમાં આરોગ્ય પ્રત્યેની જાગૃતિ તેમજ અન્ય સરકારી યોજનાની થયેલ કામગીરીને બિરદાવી હતી. એમને આયુષ્માન કાર્ડ ૧૦૦ ટકા પુર્ણ થવા બદલ ટીમ ભુંભલી અને આગેવાનો જાગૃત નાગરિકોને અભિનંદન પાઠવ્યા હતા.
આ તકે મામલતદારશ્રી બી.એ.ઠાકોર, તાલુકા વિકાસ અધિકારી શ્રી પી. કે. રાવત, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી અશોકભાઈ પટેલ, એપેડેમિક અધિકારી ડો. ચંદ્રકાંત કણજારીયા, અધિક જિલ્લા મેલેરિયા અધિકારી ડો. મેહુલભાઇ ચૌહાણ, ડી.પી.સી. બિલખીયા, મેડિકલ ઓફિસર ડો. મૃગાબેન બધેકા, તાલુકા હેલ્થ સુપરવાઇઝર અનિલભાઇ પંડિત, નટુભાઇ બારૈયા, જીવણભાઈ મકવાણા, શોભનાબેન રાઠોડ, કમલેશભાઇ ઉદ્દેશી, બિમલભાઈ રેણુકા તથા તમામ સ્ટાફ કોમ્યુનિટી હેલ્થ ઑફિસર વગેરે ઊપસ્થિત રહ્યા હતા.
Recent Comments