પ્રાથમિક / માધ્યમિક શિષ્યવૃતિ પરીક્ષામાં ગણેશ શાળા ટીમાણાનાં બાળકોની સિદ્ધિ
રાજ્ય પરીક્ષા બોર્ડ – ગાંધીનગર દ્વારા લેવાયેલ ધોરણ ૬ માં પ્રાથમિક શિષ્યવૃતિ પરીક્ષા અને ધોરણ ૯ માં માધ્યમિક શિષ્યવૃતિ પરીક્ષામાં ગણેશ શાળા – ટીમાણાના વિદ્યાર્થીઓએ ઉચ્ચ ગુણાંક સાથે મેરીટ લિસ્ટમાં સ્થાન મેળવી શિષ્યવૃતિ માટે પસંદગી પામેલ. જેમાં પ્રાથમિક શિષ્યવૃતિ પરીક્ષામાં જિલ્લા કક્ષાએ બારૈયા દક્ષ ધીરજલાલ (રબારીકા)૧૬૦/૨૦૦ ગુણ, સાંગાણી જય નરેશભાઈ (રોયલ) ૧૬૦/૨૦૦ ગુણ, ભટ્ટ ચિંતન સુરેશભાઇ (ટીમાણા) ૧૫૫/૨૦૦ ગુણ, દવે ખુશીબેન સંજયકુમાર (સથરા) ૧૫૧/૨૦૦ ગુણ, ભટ્ટ નિલ નરેશભાઈ (રોયલ) ૧૫૦/૨૦૦ ગુણ, જાની માધવ જીવરામભાઈ (ટીમાણા) ૧૪૮/૨૦૦ ગુણ, ધાંધલ્યા ક્રિશિવ ભરતભાઈ (ઈસોરા) ૧૪૮/૨૦૦ ગુણ તેમજ માધ્યમિક શિષ્યવૃતિ પરીક્ષામાં પંડયા હિરવાબેન ધર્મેન્દ્રભાઈ (ટાઢાવડ) ૧૮૪/૨૦૦ ગુણ, કુકડિયા હાર્દિકભાઈ દેવરાજભાઈ (ભદ્રાવળ-૨) ૧૭૯/૨૦૦ ગુણ, જાની નીરજ કમલેશભાઈ (ભદ્રાવળ-૧) ૧૭૯/૨૦૦ ગુણ, પંડયા પુષ્પાબેન શરદભાઈ (ટીમાણા) ૧૭૮/૨૦૦ ગુણ, વાધેલા રક્ષિતભાઈ ગભાભાઈ(ઠાડચ)૧૭૮/૨૦૦ ગુણ, ગોહિલ ભગવતીબેન તુલસીભાઈ (અનીડા) ૧૭૫/૨૦૦ ગુણ, જાની અમન કનૈયાલાલ (સથરા) ૧૭૪/૨૦૦ ગુણ સાથે ઉચ્ચ ગુણાંક મેળવી પોતાના પરિવાર, ગામ તથા શાળાનું ગૌરવ વધારેલ છે.
Recent Comments