fbpx
ગુજરાત

પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોને ફરજિયાત હાજર રહેવા આદેશ, વિદ્યાર્થીઓને નહીં બોલાવાય

રાજ્યની પ્રાથમિક શાળાઓનો સમય સવારના બદલે પૂર્ણ સમયનો રાખવાનો પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા હુકમ કરવામાં આવ્યો છે. તેની સાથે પ્રાથમિક તથા મુખ્ય શિક્ષકોને ફરજિયાત શાળાઓમાં હાજર રહેવાની તાકીદ કરવામાં આવી છે. કોરોના મહામારીની સ્થિતિ હાલ નિયંત્રણમાં હોવાથી આ સૂચના જારી કરવામાં આવી છે. વિદ્યાર્થીઓને કોઈપણ સંજાેગોમાં શાળામાં નહીં બોલાવવાનો ર્નિણય કરવામાં આવ્યો છે. આ તમામ સૂચનાઓનું ચુસ્તપણે અમલ કરવા હુકમ કર્યો છે. રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામકે જારી કરેલા આદેશમાં જણાવ્યું છે કે, કોવિડ ૧૯ની મહામારીના કારણે સરકાર દ્વારા માર્ચ ૨૦૨૦માં લોકડાઉન અમલી થતા રાજ્યની તમામ શાળાઓમાં પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય બંધ કરવામાં આવ્યું હતું.

હાલમાં પણ રાજ્યની શાળાઓમાં શિક્ષણ કાર્ય બંધ જ છે. અને હોમ લર્નીગથી શૈક્ષણિક પ્રવૃતિઓ કરાવવામાં આવે છે. લોકડાઉનના સમય બાદ શાળામાં શિક્ષકોની હાજરી બાબતે આપવામાં આવેલી સુચનાઓનો અમલ હાલમાં પણ ચાલુ છે. જાન્યુઆરીમાં ઉચ્ચ કક્ષાની મળેલી બેઠકમાં લેવાયેલા ર્નિણય મુજબ રાજ્યની તમામ બોર્ડની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના ધોરણ ૧૦ અને ૧૨ના વર્ગો ૧૧ જાન્યુઆરી અને ધોરણ ૯ અને ૧૧ના વર્ગો ૧લી ફેબ્રુઆરીથી શરૂ કરવામાં આવ્યા છે. વધુમાં જણાવ્યું છે કે, હાલમાં રાજ્યમાં કોવિડ ૧૯ના કેસોનુ પ્રમાણ ઘટતું જાય છે અને કોરોનાની સ્થિતિ નિયંત્રણમાં આવતી જાય છે.
આ સંજાેગોને ધ્યાને લઈને સરકાર દ્વારા પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા તમામ શિક્ષકો માટે રોટેશન બેઝિસ પર ફરજ પર ઉપસ્થિત રહેવા માટેની અગાઉ આપવામાં આવેલી સૂચના રદ કરીને ૯મી ફેબ્રુઆરીથી દરેક પ્રાથમિક શાળાઓનો સમય સવારના બદલે પૂર્ણ સમયનો કરવાનો રહેશે. આ સાથે જ દરેક શિક્ષકોની હાજરી ૧૦૦ ટકા રાખવાની રહેશે. શિક્ષકોએ શાળામાં એક્રીડેશન, શેરી શિક્ષણનું મૂલ્યાંકન, એકમ કસોટીની ચકાસણી તેની ડેટા એન્ટ્રી જેવી શિક્ષણલક્ષી કામગીરી કરવાની રહેશે. વિદ્યાર્થીઓને કોઈપણ સંજાેગોમાં શાળામાં બોલાવવાના નથી.આ સુચનાઓનું ચુસ્તપણે અમલ કરવાનો રહેશે.

Follow Me:

Related Posts