બાવળા તાલુકાનાં શિયાળ ગામની પ્રાથમિક શાળા નંબર ૨ નાં આચાર્ય તરીકે ફરજ બજાવતાં પ્રકાશભાઇ નાઇ, હાલ રહેવાસી, બાવળા (મૂળ વતન વાસણા બનાસકાઠા) એ કોઈ કારણોસર શાળાનાં ધાબા ઉપર જઈને બપોરનાં સમયે કોઈ ઝેરી દવા પી લીધી હતી. દવા પીધી હોવાની જાણ સ્ટાફના મિત્રોને થતાં તેઓ હોસ્પિટલ લઇ પહોંચ્યા હતા. પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર, શિયાળ ગામની પ્રાથમિક શાળામાં આચાર્ય પ્રકાશભાઇ નાઇએ શાળાના ધાબા પર દઇ દવા પી લીધી હતી.
દવા પીધી હોવાની જાણ શાળાનાં સ્ટાફને થતાં તરત જ તેમણે હોસ્પિટલ સરવાર માટે ખસેડાયા હતાં. હોસ્પિટલમાં તેમનું સારવાર દરમ્યાન મોત નીપજયું હતું. ઘટનાની જાણ બગોદરા પોલીસને કરવામાં આવતાં બગોદરા પોલીસે લાશનું બગોદરા આરોગ્ય કેન્દ્રમાં પીએમ કરાવી મોતનું સાચું કારણ જાણવા માટે તપાસ હાથ ધરી છે. શાળાનાં અન્ય સ્ટાફનાં નિવેદનો પણ લેવામાં આવ્યા છે. ત્યારે પોલીસ દ્વારા આચાર્યનો મોબાઇલ વગેરે તપાસ અર્થે લઈને આત્મહત્યા કરવા પાછળ કોઈ જવાબદાર છે કે નહી તે દિશામાં તપાસ હાથ ધરી છે.
આચાર્યના આ રીતના અચાનક અવસાનથી લઇને અનેક તર્ક વિતર્ક વહેતા થયા છે. આચાર્યને શાળામાં કોઇ પરેશાની હતી કે, તેઓને કોઇ હેરાન કરતું હતું સહિતના પ્રશ્નોના જવાબ મેળવવા માટે પોલીસે તપાસના ધમધમાટ શરૂ કર્યો છે. શાળાના સ્ટાફના નિવેદન સહિત તેમના પરિવારજનોના નિવેદન પણ લેવામાં આવશે.
Recent Comments