દામનગર શહેર માં નગરપાલિકા ઓના પ્રાદેશિક કમિશનરે વિવિધ વિકાસ કામો ની સમીક્ષા કરી આજરોજ દામનગર નગરપાલિકા ખાતે ભાવનગર ઝોન નાં પ્રાદેશિક કમિશ્નર શ્રી ડી.એમ.સોલંકી નગરપાલિકાનાં વિકાસ નાં કામોની તપાસ તજવીજ કરી તેમજ સ્વછતા હિ સેવા અંતર્ગત સરપ્રાઈઝ વિઝીટ કરવામાં આવેલ. જેમાં નગરપાલીકા નાં આઇકોનિક રોડ, GVP, ડમ્પ સાઈટ ખાતે પ્રોસેસિંગ પ્લાન્ટ ખાતે કાર્યરત કામોની સ્થળ તપાસ કરેલ. સાથોસાથ શહેર થતી સફાઈ પ્રવુતિઓ IEC એક્ટિવિટી ની તપાસ કરેલ. ત્યારબાદ કુંભનાથ મંદિર ખાતે દર્શન કર્યા અને કુંભનાંથ તળાવ અને ગાર્ડન ની વિઝીટ કરી જરૂરી માર્ગદર્શન આપેલ હતું પાલિકા પ્રમુખ ગોબરભાઈ નારોલા સહિત સદસ્ય અને કર્મચારી ઓ સહિત ના કાફલા એ શહેર ના વિવિધ વિસ્તારો માં થયેલ વિકાસ કામો નું પ્રાદેશિક કમિશનરે નિરીક્ષણ કર્યું હતું
પ્રાદેશિક કમિશનરે દામનગર નગરપાલિકા ના વિકાસ કામો ની સમીક્ષા કરી

Recent Comments