પ્રિતિ પટેલ જંગી મતે એશિયા–પેસેફિક આઈ.સી.એ.તરીકે ચૂંટાયા
નરેન્દ્રભાઈ મોદી – અમીતભાઈ શાહના વડપણ તળેની ભારત સરકારની નિતી–રીતી જગપ્રસિધ્ધ બની છે અને સમગ્ર વિશ્વ તેની નોંધ લઈ રહયુ છે તેમ દેશનું સહકારી માળખું પણ વિશ્વના અન્ય દેશોને સહકારી પ્રવૃતિનું માર્ગદર્શક નબી વિશ્વગુરૂ બનવા તરફની દિશામા આગળ વધી રહયુ છે તેમ આજે સુશ્રી પ્રિતિ પટેલ, સભ્ય–મહિલા સમિતિ, નેશનલ કો.–ઓપરેટીવ યુનિયન ઓફ ઈન્ડિયા ફિલીપાઈન્સના કિવઝોન સીટીમાં તા.૧૬/૧૧/ર૦રર ના રોજ યોજાયેલ ચૂંટણીમા મહિલાઓના આઈ.સી.એ. તરીકે ચૂંટાઈ આવતા રાષ્ટ્રિય સહકારી અગ્રણી–ભાજપના દિગ્જ નેતા અને પૂર્વ કેબીનેટ મંત્રી દિલીપ સંઘાણીએ અભિનંદન પાઠવતા જણાવેલ છે, પટેલ એશિયા અને પેસેફિક સમિતિના નવા ઉપાધ્યક્ષ તરીકે ચૂંટાઈ આવેલ છે જેમને પ્રચંડ બહુમતિ સાથે ચૂંટણી જીતી હતી.
અન્ય ઉમેદવાર ડો. અહોંગ કીંમ આઈકૂપ દક્ષિણ કોરીયા તથા અને શ્રીમતિ જેનેટ રોમેરો ફિલિપાઈન્સને નજીવા મત મળ્યા હતા. એન.સી.યુ.આઈ.ના ડેપ્યુટી ચીફ એકિઝકયુટીવ સાવિત્રી સિંહે ને સમગ્ર ચૂંટણી પ્રક્રિયાનું સુંદર સંચાલન બદલ તેમજ જાપાનીજ કન્ઝયુમર કો.–ઓપરેટીવ યુનિયનના સુશ્રી ચિટોઝ અરાઈ સમિતિના અધ્યક્ષા તરીકે ચૂંટાઈ આવવા બદલ તેઓને પણ અભિનંદન પાઠવ્યાનું અખબારી યાદીમા જણાવાયેલ છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે, જે તે દેશના વિકાસમા સહકારી પ્રવૃતિ પણ અસરકારક ભૂમિકા ભજવતી હોય , દેશની આ પ્રવૃતિઓને માર્ગદર્શન રૂપે વિશ્વ જોઈ રહયાની બાબત એટલી જ નોંધનીય છે આ ક્ષેત્રમા સંઘાણીની કાર્ય કૂનેહ પ્રશંસનીય રહયાનું નોંધવુ ઘટે.
Recent Comments