પ્રિયંકાના માથે સજ્યો મિસ વર્લ્ડનો તાજ, ફક્ત ૭ વર્ષનો હતો તેનો પતિ નિક જાેનસ
બોલિવૂડથી લઈને હોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં પોતાની શાનદાર ઓળખ બનાવનારી એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા હાલ પોતાની ફિલ્મ ‘લવ અગેન’નાં પર્મોશનમાં સતત વ્યસ્ત ચાલી રહી છે. આ ફિલ્મના પ્રમોશન દરમિયાન એક્ટ્રેસ નવા-નવા ખુલાસા કરતા જાેવા મળી રહી છે. એવામાં પ્રિયંકાનું એક નવું નિવેદન ફરી ચર્ચામાં આવ્યું છે. જેના લીધે એકવાર ફરી પ્રિયંકા ચોપરા અને નિક જાેનસ વચ્ચેનો એજ ગેપ સૌની નજરમાં આવી જ ગયું છે. હકીકતમાં, પ્રમોશન દરમિયાન એક ઈન્ટરવ્યુમાં પ્રિયંકાએ નિક અને પોતાની વિશે વાત કરતાં કહ્યુ કે, જ્યારે તેને તેની સાસુએ એક સ્ટોરી સંભળાવી તો તેને નહતી ખબર કે આ શું છે. પ્રિયંકા ચોપરા અનુસાર જ્યારે તેની સાસુએ જણાવ્યું કે, જ્યારે પ્રિયંકા આ સ્પર્ધા જીતી ત્યારે પરિવારે તેને જાેઈ હતી. વર્ષ ૨૦૦૦માં તેઓ ત્યારે લંડનમાં જ હતાં. પ્રિયંકાએ આગળ કહ્યું કે, તેની સાસુને એટલું સારી રીતે યાદ છે, કારણકે નિક કોઈ બ્રોડવે શોમાં હતો. તે દરમિયાન નિકના પિતાને કોમ્પિટીશન્સ જાેવું પસંદ હતું. જ્યારે પ્રિયંકાએ સૌંદર્ય સ્પર્ધા જીતી તો નિક જાેનસ પણ પિતા અને માતા સાથે ત્યાં હાજર હતો. નિકએ પ્રિયંકાને જીતતા જાેઈ હતી. જાેકે ત્યારે પ્રિયંકા ૧૭ વર્ષની હતી અને નિક જાેનાસ ૭ વર્ષનો હતો. જણાવી દઈએ કે, નિક અને પ્રિયંકા હવે એક દીકરીના માતા-પિતા પણ છે. બંને પોતાના લગ્નને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. નિક અને પ્રિયંકાનો એજ ગેપ હંમેશા ચર્ચાનો હિસ્સો બની રહે છે અને આ વિશે પ્રિયંકાને પણ વારંવાર સવાલ કરવામાં આવે છે. ૧૦ વર્ષના એજ ગેપ બાદ પણ આ જાેડી પોતાની પર્સનલ અને વર્ક લાઈફને ખૂબ જ સારી રીતે મેનેજ કરે છે.
Recent Comments