fbpx
રાષ્ટ્રીય

પ્રિયંકા ગાંધીને મળશે આ જવાબદારી, કોંગ્રેસ ‘હાથ સે હાથ જાેડો’ અભિયાન શરૂ કરશે!..

ભારત જાેડો યાત્રા બાદ કોંગ્રેસે પોતાના આગામી અભિયાનની જાહેરાત કરી દીધી છે. કોંગ્રેસે રવિવારે કહ્યું કે ભારત જાેડો યાત્રા બાદ તે આગામી ૨૬ જાન્યુઆરીથી દેશભરમાં ‘હાથ સે હાથ જાેડો’ અભિયાન શરૂ કરશે. આ અભિયાનમાં પાર્ટી બ્લોક, પંચાયત અને બૂથ સ્તર પર જનસંપર્ક કરશે. પાર્ટીના સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલે જણાવ્યું કે ભારત જાેડો યાત્રાના સમાપન બાદ આગામી ૨૬ જાન્યુઆરીથી દેશભરમાં હાથ સે હાથ જાેડો અભિયાન શરૂ કરવામાં આવશે, જે હેઠળ બ્લોક, પંચાયત અને બૂથ સ્તર પર લોકો સાથે સંપર્ક કરવામાં આવશે. વેણુગોપાલે જણાવવ્યું કે બે મહિના સુધી ચાલનારા આ અભિયાનમાં રાહુલ ગાંધીનો પત્ર પણ લોકોને સોંપવામાં આવશે જેમાં યાત્રાનો સંદેશ હશે તથા તેની સાથે નરેન્દ્ર મોદી સરકાર વિરુદ્ધ આરોપ પત્ર પણ સંકળાયેલો હતો.

શું-શું હશે આ અભિયાનમાં?… તે જાણો… પાર્ટી મહાસચિવ જયરામ રમેશે જણાવ્યું કે ભારત જાેડો યાત્રા ૨૪ ડિસેમ્બરે દિલ્હી પહોંચશે તથા ૨૬ જાન્યુઆરી સુધી શ્રીનગરમાં તેનું સમાપન થશે. તેમણે કહ્યું- આ યાત્રા બાદ હાથ સે હાથ જાેડો અભિયાન હેઠળ ત્રણ સ્તરીય કાર્યક્રમ હશે. બ્લોક અને બૂથ સ્તર પર યાત્રાઓ થશે. જિલ્લા સ્તર પર અધિવેશન થશે તથા રાજ્ય સ્તર પર રેલીઓ થશે. કોંગ્રેસ નેતાએ કહ્યું કે પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા અને પાર્ટીના અન્ય વરિષ્ઠ નેતા હાથ સે હાથ જાેડો અભિયાન સંબંધિત કાર્યક્રમોમાં સામેલ થશે.

Follow Me:

Related Posts