પ્રિયંકા ગાંધી કન્યાકુમારીથી લોકસભા ચૂંટણી લડે તેવી અટકળો
પ્રિયંકા ગાંધી તમિલનાડુના કન્યાકુમારીથી લોકસભાની ચૂંટણી લડે એવી શક્યતા છે. ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં કન્યાકુમારી બેઠક પરથી કોંગ્રેસના હરિકૃષ્ણન વસંતકુમાર જીત્યા હતા પણ તેમના નિધનના કારણે આ બેઠક ખાલી પડી છે. ચૂંટણી પંચે પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી સાથે કન્યાકુમારી લોકસભા બેઠકની પેટાચૂંટણી પણ જાહેર કરી છે.
તમિલનાડુના કોંગ્રેસીઓએ સાંસદ કાંત ચિદંબરમની આગેવાનીમાં આ બેઠક પરથી પ્રિયંકા ગાંધીને લડાવવા માટે સહી ઝુંબેશ શરૂ કરી છે. કાતએ તો કોંગ્રેસ ચૂંટણી સમિતીને પત્ર લખીને પ્રિયંકાને જ ઉમેદવાર બનાવવા કહ્યું છે. વસંતકુમારના પરિવારે પણ પ્રિયંકાને ચૂંટણી લડવા નિમંત્રણ આપ્યું છે.
વસંતકુમાર તમિલનાડુના ટોચના બિઝનેસમેન હતા. તેમણે ભાજપના દિગ્ગજ નેતા અને મોદી સરકારના પ્રધાન પોન રાધાકૃષ્ણનને ૩ લાખ કરતાં વધારે મતે હાર આપી હતી. વસંતકુમારના પરિવારે તન, મન, ધનથી મદદ કરીને પ્રિયંકાને જીતાડવાની ખાતરી આપી છે.
સૂત્રોના મતે, પ્રિયંકા કન્યાકુમારીથી લડશે એ નક્કી મનાય છે પણ તેમને બહારનાં ઉમેદવાર ગણાવીને વિરોધ ના કરાય એટલા માટે આ માહોલ ઉભો કરાઈ રહ્યો છે.
Recent Comments