પ્રિયંકા ચોપડાનો વ્હાઈટ કેટ લુક સોશિયલ મીડિયા પર છવાઈ ગયો
દેશી ગર્લ પ્રિયંકા ચોપડાનો આવો કેટ લુક તમે પહેલા નહીં જાેયો હોય. સફેદ ડ્રેસ અને તેના પર કેટ હેરસ્ટાઈલ બનાવીને પ્રિયંકા ચોપડાએ એવી સ્ટાઈલ બતાવી કે લાખો ચાહકો ઘાયલ થઈ ગયા છે. વ્હાઈટ લોંગ ગાઉન અને તેની સાથે સફેદ ફર શ્રગ તેને પરફેક્ટ લુક આપી રહ્યો છે. પ્રિયંકાએ બે હાઈ પોની બનાવેલી છે, જે તેને એકદમ હૉટ કેટ લુક આપી રહી છે. પ્રિયંકાએ ગાઉનની સાથે ગ્રીન નેકપીસ કેરી કરેલું જાેવા મળે છે. થાઈ હાઈ સ્લિટ ગાઉનમાં પ્રિયંકાની અદાઓએ એવો જાદુ કર્યો છે જેને જાેઈને નિક પણ ઘાયલ થઈ ગયો છે. નિક જાેનાસે પ્રિયંકાના ફોટા પર કોમેન્ટ કરતાં સ્માઈલી હાર્ટ અને આઈઝ ઈમોજી શેર કર્યુ છે. તમને જણાવી દઈએ કે પ્રિયંકા ચોપડા હાલ હોલીવુડના ઘણા પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે. પ્રિયંકા હાલમાં તેની આગામી ફિલ્મ ‘હેડ્સ ઓફ સ્ટેટ’નું શૂટિંગ કરી રહી છે. આ સિવાય એવા સમાચાર છે કે દેશી ગર્લ પણ સાઉથમાં ડેબ્યૂ કરવાની તૈયારી કરી ચુકી છે. હાલમાં જ પ્રિયંકા ચોપડાની હોલિવૂડ વેબ સિરીઝ ‘સિટાડેલ’ રીલિઝ થઈ હતી. જેને જાેરદાર પ્રતિસાદ મળ્યો હતો. આ સિરીઝમાં પ્રિયંકા ડિટેક્ટીવ બની છે. દરેક તેના શાનદાર સ્ટંટના વખાણ કરી રહ્યા છે. આ સાથે જ પ્રિયંકાની હોલિવૂડ ફિલ્મ લવ અગેન પણ રિલીઝ થઈ હતી.
Recent Comments