બોલિવૂડ

પ્રિયંકા ચોપરાએ લાડલી સાથે કરાવ્યું ક્યૂટ ફોટોશૂટ, સરોગસી દ્વારા મા બનવાનું દુખ છલકાયું

ગ્લોબલ આઇકન પ્રિયંકા ચોપરાએ પોતાની દમદાર એક્ટિંગના દમ પર બોલીવુડની સાથે હોલીવુડમાં પણ પોતાની અલગ ઓળખ બનાવી છે. તેની એક્ટિંગ અને સ્માર્ટનેસની દુનિયા દિવાની છે. એક્ટ્રેસ હાલ પોતાનું મધરહૂ઼ડ એન્જાેય કરી રહી છે. એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે પોતાની સાથે જાેડાયેલા ફોટોઝ અને વીડિયોઝ અવારનવાર શેર કરતી રહે છે. હાલમાં જ પ્રિયંકાએ પહેલીવાર પોતાની લાડલી સાથે એક ફોટોશૂટ કરાવ્યું છે. આ સાથે જ એક્ટ્રેસે ઇન્ટરવ્યુ દરમિયાન માલતી મેરીના સરોગસી દ્વારા જન્મ વિશે ખુલીને વાત કરી છે. પ્રિયંકા ચોપરાએ દીકરીના જન્મ માટે કુખ ભાડે લેવાના આરોપો પર પણ મૌન તોડ્યુ છે. પ્રિયંકા ચોપરાએ વોગ મેગેઝિન માટે માલતી મેરી સાથે ફોટોશૂટ કરાવ્યું છે.

એક્ટ્રેસનું આ ફોટોશૂટ ખૂબ જ ચર્ચામાં છે. પ્રિયંકા ચોપરા જાેનસ વર્ષ ૨૦૨૨માં સરોગસી દ્વારા માલતી મેરીની મા બની હતી. તેણે આ ગુડ ન્યૂઝ સોશિયલ મીડિયા પર શેર કરી હતી. જ્યાં તેના ફેન્સે તેને શુભેચ્છા પાઠવી હતી, તેવામાં કેટલાંક લોકોએ સરોગસીનો રસ્તો પસંદ કરવા પર સવાલ ઉઠાવ્યા હતા. હવે એક્ટ્રેસે તાજેતરમાં આપેલા એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે લોકોએ કેવી રીતે તેને ટોણા માર્યા અને ભાડે કુખ લેવાનો આરોપ લગાવ્યો હતો. એક્ટ્રેસે જણાવ્યું કે તે દીકરીના જન્મ દરમિયાન તે ઘણા દુખમાંથી પસાર થઇ હતી. કારણ કે તેણે ૧૦૦ દિવસ સુધી દ્ગૈંઝ્રેંમાં રહેવુ પડ્યુ હતું. પ્રિયંકાએ જણાવ્યું કે, ‘જ્યારે લોકો મારા વિશે વાત કરે છે, ત્યારે હું મારી જાતને સ્ટ્રોંગ બનાવી લઉ છું. પરંતુ જ્યારે લોકો મારી દીકરી વિશે વાત કરે છે ત્યારે મને દુઃખ થાય છે. એટલે મારી દીકરીને આ બધાથી દૂર રાખો. માલતીનો જન્મ થયો ત્યારે તે ઓપરેટિંગ રૂમમાં હતી. તે મારા હાથ કરતા પણ નાની હતી. મેં જાેયું કે ઇંટેંસિવ કેર નર્સો શું કરે છે. જ્યારે ડોકટરો તેની નસો શોધવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે મેં તેના નાના નાના હાથ પકડી રાખ્યા હતા.

હું જાણું છું કે હું ત્યારે કેવો અનુભવ થઇ રહ્યો હતો. તેથી તે ગોસિપનો ભાગ નહીં બને. હું મારા જીવનના આ ચેપ્ટર અને મારી દીકરી માટે ખૂબ જ પ્રોટેક્ટિવ છું. તે માત્ર મારા વિશે જ નહીં પરંતુ તેની લાઇફની પણ વાત છે. એક્ટ્રેસે વધુમાં કહ્યું કે ‘મને મેડિકલ કોમ્પ્લીકેશન છે. આ ખૂબ જ મહત્વપૂર્ણ પગલું હતું કે જાે અમે બાળક વિશે વિચારીએ છીએ, તો સરોગસી દ્વારા બાળક કરવું જાેઈએ. હું મારી જાતને ખૂબ જ ભાગ્યશાળી માનું છું કે મને આ તક મળી અને હું મારા સરોગેટનો પણ આભાર માનું છું જેણે છ મહિના સુધી અમારી આ અમૂલ્ય ભેટની સંભાળ લીધી. અમારા સરોગેટ ખૂબ જ દયાળુ, પ્રેમાળી અને ખૂબ જ ફની પણ હતા. પ્રિયંકાના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, તે હાલમાં તેની અપકમિંગ હોલીવુડ ફિલ્મ ‘લવ અગેન’ને લઈને ચર્ચામાં છે.

Related Posts