બોલિવૂડ

પ્રિયંકા ચોપરાને આસાનીથી હાર માનવી પસંદ નથી

મિસ વર્લ્ડ બનીને ભારતને વિશ્વ ફલક પર ચમકાવનાર અભિનેત્રી પ્રિયંકા ચોપરા અનેક વર્ષો સુધી ભારતીય સિનેમાનો એક્ટિવ ભાગ રહ્યા બાદ, અત્યારે હોલિવૂડ પ્રોજેક્ટ્‌સમાં કામ કરી રહી છે. પ્રિયંકાને બોલિવૂડમાં પોતાનું સ્થાન જમાવવા માટે અનેક વર્ષો સુધી મહેનત કરવી પડી હતી. પ્રિયંકાએ તેના પોઝિટિવ એટિટ્યુડ વિશે કહ્યું હતું કે, ઘણીવાર હું અસફળ થઈ છું પણ મેં કોઈ દિવસ હાર નથી માની. મેં તેની ચર્ચા પણ નથી કરી. હું કોઈપણ દિવસ માનસિક રીતે હારતી નથી. નિષ્ફળતાને સાઈડ લાઈન કરીને હું આગળ વધવામાં માનું છું અને વધુ મજબૂત રીતે લોકો સમક્ષ રજૂઆત કરું છું.

Related Posts