બોલિવૂડ

પ્રિયંકા ચોપરા સ્કૂબા ડાઈવિંગથી સ્ટ્રેસ દૂર કર્યું

હું પોતાના પર ગૌરવ ફીલ કરું છું કે, સિટાડેલની કેમેરા એન્ડ ક્રૂ ટીમે મને તેમની પાર્ટીનો ભાગ બનાવી. આ પહેલાં પણ પ્રિયંકાએ સ્પેન એક્સ્પ્લોર કરતા કેટલાક ફોટોઝ શેર કર્યા હતા. કેટલાક ફોટોઝમાં તે માતા મધુ ચોપરા અને પેટ ડાયનાની સાથે ફરતી જાેવા મળી હતી. પ્રિયંકાએ આમાં એવો પણ એક ફોટો શેર કર્યો હતો કે, જેમાં તે યૉટ પર તેના ગ્રૂપની સાથે મસ્તી કરતી જાેવા મળી રહી છેપ્રિયંકા ચોપરા આ દિવસોમાં સ્પેનમાં તેની સ્પાઇ સિરીઝ સિરાડેલની શૂટિંગ કરી રહી છે. આ શૂટિંગમાંથી સમય કાઢીને તે સ્પેન પરત ફરી રહી છે. પ્રિયંકાએ સન્ડે સ્કૂબા ડાઇવિંગની મજા માણી અને તેના ફોટોઝ અને વીડિયોઝ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા હતા. આ સ્કૂબા ડાઇવિંગ દરમિયાન પ્રિયંકાની સાથે નિક જાેનસનો ભાઈ ફ્રેંકલિન જાેનસ પણ હતો. પ્રિયંકાએ સમુદ્રની અંદર માછલીઓની દુનિયામાં એન્ટ્રી મારી અને તેને ખૂબ એન્જાેય કર્યું. પ્રિયંકાએ આ ફોટોઝ શેર કરીને લખ્યું કે, કેટલાક એવા દિવસો હોય છે કે, જ્યારે સ્ટ્રેસને શાંત કરવાની જરૂર પડે છે. આનાથી વધારે શું સારું હોઈ શકે કે આપણને પાણીની અંદર ઈશ્વરની બનાવેલ પ્રકૃતિને એક્સ્પ્લોર કરવાનો ચાન્સ મળે.

Related Posts