fbpx
બોલિવૂડ

પ્રીતિ તલરેજાને ધર્મ પરિવર્તન માટે ના પડતા પતિએ કરી મારપીટ, ફરિયાદ

ટીવી અભિનેત્રી પ્રીતિ તલરેજાએ તેના પતિ અભિજીત પેટકર સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પ્રીતિએ તેના પતિ પર મારપીટ સિવાય ધર્માંતરણ, શારીરિક અને માનસિક શોષણનો પણ આરોપ મૂક્યો છે. સોશિયલ મીડિયા પર તેણે ઘરેલું હિંસા અને તેના પર થયેલા હુમલાનો ઉલ્લેખ કર્યો છે. પ્રીતિએ આરોપ લગાવ્યો છે કે તેણે આ અગાઉ પોલીસમાં ફરિયાદ પણ કરી હતી, પરંતુ પોલીસે કોઈ કાર્યવાહી કરી ન હતી, ત્યારબાદ તેણે પીએમઓ અને સીએમ ઉદ્ધવ ઠાકરેને ટેગ કરતાં સોશિયલ મીડિયા પર પોતાનો વાંધો ઉઠાવ્યો હતો. હવે ખડકપાડા વેલ્ફેર પોલીસે પ્રીતિની ફરિયાદ પરથી તેના પતિ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.
પ્રીતિ તલરેજાની સોશિયલ મીડિયા પર ઘણી તસવીરો છે, જેમાં તેના ચહેરા પર હુમલો થયાના સ્પષ્ટ સંકેતો છે. એટલું જ નહીં, તેમણે આ બાબતે ઘણી વાતો લખી છે. સુમન હોલેએ ખડકપાડા વેલ્ફેર પોલીસે પ્રીતિ તલરેજાના પતિ વિરુદ્ધ નોંધાવેલી ફરિયાદની એક કોપી પણ શેર કરી છે. પ્રીતિએ ૩ વર્ષ પહેલાં જિમના માલિક અભિજિત પેટકર સાથે લગ્ન કર્યા હતા. પ્રીતિએ તેની પોસ્ટ્‌સમાં જણાવ્યું છે કે તેનો પતિ અભિજિત મુસ્લિમ છે અને બંનેના લગ્ન મસ્જિદમાં થયા હતા. મુસ્લિમ કાયદા હેઠળ તેને મસ્જિદનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું ન હતું, હવે અભિજિત પ્રીતિ પાસે ધર્મ પરિવર્તન માટે સતત મારપીટ કરી રહ્યો છે.
અભિનેત્રીએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, તેનો પતિ કાનૂની દસ્તાવેજાેમાં પોતાનું નામ અભિજિત પેટકર જ લખે છે. તે ૩ વર્ષથી પ્રેમના નામે મારી સાથે છેતરપિંડી કરે છે. વધુ સારા ભવિષ્ય માટે કોઈને પ્રેમ કરવો કે તેના પર ભરોસો રાખવો એ ભૂલ છે કે કેમ તે પ્રશ્ન કર્યો છે. પ્રીતિ સતત સોશિયલ મીડિયા પોસ્ટ્‌સ દ્વારા મહારાષ્ટ્ર સરકાર, પોલીસ અને અન્ય લોકોની આ બાબતમાં મદદ માંગે છે.

Follow Me:

Related Posts