ગુજરાત

પ્રી- વાઇબ્રન્ટ સમિટઃ ફ્યુચરકેમ ગુજરાત

કેમીકલ કેપિટલ ભરૂચ માં કેમિકલ અને પેટ્રોકેમિકલ પર પ્રિ-સમિટ સેમિનાર યોજાયો

પ્રી- વાઇબ્રન્ટ સમીટમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવિયાની પ્રેરક ઉપસ્થિતિ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી ના જે કહેવું તે કરવું” ના કાર્યમંત્ર ને સાકાર કરતા ઝઘડિયા જી આઈ ડી સી ને રોડ રસ્તા ના કામો માટે ૫૯ કરોડ રે રૂપિયા મંજૂર કર્યા છેઃ

? ભરૂચમાં ૬૭ હજાર કરોડથી વધુ રકમના સ્ર્ેં કરાયા
? કેમિકલ અને પેટ્રોકેમિકલ્સ સેક્ટરની ઈવેન્ટ વિકસિત ભારતમાં યોગદાન માટે ફ્યુચર રેડી બનાવશે

દેશના ડાઇઝ અને
ઇન્ટરમી ડીયેટ ના ઉત્પાદન માં ગુજરાત ૭૫ ટકા જેટલું યોગદાન આપે છે

કેમિકલ એન્ડ પેટ્રો કેમિકલ્સ ઉદ્યોગ ના ઉજ્જવળ ભવિષ્ય માટે સર્ક્‌યુલર ઇકોનોમિ અને સસ્ટેઇનીબિલીટી પર ફોકસ કરવાની જરૂરિયાત

૧૦મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (ફય્ય્જી) ૨૦૨૪ના પૂર્વાર્ધરૂપે, ‘ફ્યુચરકેમ ગુજરાતઃ શેપિંગ ટુમોરોઝ કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ ઇન્ડસ્ટ્રી’ ની થીમ પર ભરૂચની હોટલ હયાત ખાતે પ્રિ-વાયબ્રન્ટ સેમિનારમાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વિકાસની રાજનીતિથી ગુજરાત અને દેશની કાયાપલટ કરી છે.

આજે વિશ્વના દેશોની નજર ભારત તરફ છે કેમ કે વડાપ્રધાનશ્રીના વિઝનરી નેતૃત્વમાં ભારતમાં એગ્રિકલ્ચર, સર્વિસ સેક્ટર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર દરેક સેક્ટરનો ગ્રોથ નવી ઊંચાઇઓ પાર કરી રહ્યો છે.
તેમણે વધુમાં ઉમેરતાં જણાવ્યું હતું કે, ગુજરાતની ડબ્બલ એન્જીનની સરકારને વડાપ્રધાનશ્રીના વિઝનરી નેતૃત્વનો લાભ પાછલા બે દાયકાથી મળી રહ્યો છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળમાં તેમણે રોકાણોના ક્ષેત્રે ગુજરાતને ગ્લોબલ પ્લેટફોર્મ આપવા ૨૦૦૩માં વાઇબ્રન્ટ સમિટનું વિચારબીજ રોપેલું. વડાપ્રધાનશ્રીના દિશાદર્શનમાં બે દાયકાની સફળતા પાર કરીને ૨૦૨૪માં ‘ગેટવે ટૂ ધ ફ્યુચર’ ની થીમ સાથે આ વાઇબ્રન્ટ સમિટ યોજાવા જઈ રહી છે.

મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવતા કહ્યું કે, કેમિકલ કેપિટલ ઓફ ઇન્ડિયા તરીકે પ્રખ્યાત ભરૂચમાં પ્રિ-વાઇબ્રન્ટર સમિટનું આયોજન કર્યું છે.તેનાથી કેમીકલ ઉદ્યોગને પ્રોત્સાહન અને પૂરકબળ મળશે. ભારત આજે વર્લ્ડની પાંચમી મોટી ઇકોનોમી છે તેને આ અમૃતકાળમાં ત્રીજી મોટી ઈકોનોમી બનાવવાનો વડાપ્રધાનશ્રીનો સંકલ્પ છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અને ઇન્ડટસ્ટ્રિયલ ડેવલપમેન્ટ વડાપ્રધાનશ્રીના આ સંકલ્પને પાર પાડવામાં મહત્વપૂર્ણ ઇન્સ્ટ્રૂમેન્ટ છે.કેમિકલ્સ એન્ડ્‌ પેટ્રોકેમિકલ્સ સેક્ટર સસ્ટેઇનેબલ ઇન્ડ્‌સ્ટ્રિયલ ગ્રોથને આગળ ધપાવનારા સેક્ટર્સમાનું એક આગવું પરિબળ છે તેમ પણ જણાવ્યું હતું.

Related Posts