રાષ્ટ્રીય

પ્રેગનન્સીમાં અચુક ખાઓ આ વસ્તુઓ, ગર્ભમાં રહેલા બાળકનો વિકાસ સારો થશે

પ્રેગનન્સીમાં પોતાનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. પ્રેગનન્સીમાં તમે તમારી હેલ્થનું ધ્યાન નથી રાખતા તો ગર્ભમાં રહેલા બાળકને પણ અનેક ઘણું નુકસાન થાય છે. આ માટે સૌથી જરૂરી છે કે તમે તમારા ખાવાપીવા પર ધ્યાન આપો. જો તમે ખાવાપીવાની બાબત પર ધ્યાન આપતા નથી તો તમારી હેલ્થ અને બાળકને અનેક ઘણું નુકસાન થાય છે.

જો તમે આ સમયમાં પૂરતું ધ્યાન આપતા નથી તો શારિરિક અને માનસિક વિકાસ પર એની સૌથી મોટી અસર પડે છે. તો આજે ખાસ જાણી લો કે પ્રેગનન્સી સમયે મહિલાઓને કઇ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઇએ.

  • પ્રેગનન્સી દરમિયાન મહિલાઓએ એમના ડાયટમાં લીલા શાકભાજીને અચુકથી એડ કરવા જોઇએ. લીલા શાકભાજીમાં વિટામીન સી, ફાઇબર, કેલ્શિયમ, આયરન, ફોલિક એસિડ, એન્ટી ઓક્સિડન્ટ જેવા ગુણો હોય છે જે પ્રેગનન્સી દરમિયાન મહિલા અને ગર્ભમાં રહેલા બાળકને અનેક ઘણાં ફાયદાઓ થાય છે. આનું સેવન કરવાથી ગર્ભમાં રહેલા બાળકનો વિકાસ સારો થાય છે.
  • ગાજરમાં વિટામીન ઇ, સી,બીટા કેરાટીન, એન્ટી ઓક્સીડન્ટ્સ ગુણો હોય છે. હેલ્થ એક્સપર્ટ અનુસાર દરેક મહિલાઓએ પ્રેગનન્સી દરમિયાન એક ગાજર દરરોજ ખાવું જોઇએ.
  • મા અને બાળકના શારિરિક વિકાસ માટે પ્રોટીન અને એમીનો એસિડની ખાસ જરૂરિયાત હોય છે. આ માટે તમારે તમારા ડાયટમાં ઇંડાને અચુક શામેલ કરવા જોઇએ.
  • ટામેટામાં પોટેશિયમનું પ્રમાણ વધારે માત્રામાં હોય છે. જે શરીરમાં ફ્લુઇડ લેવલને નિયંત્રણ કરવાનું કામ કરે છે. આ સાથે જ પ્રેગનન્સી સમયે ગેસ, એસિડીટી જેવી અનેક સમસ્યાઓમાંથી બચાવે છે.
  • મહિલાઓએ આ સમયમાં એમના ડાયટમાં બીજને અચુક સામેલ કરવા જોઇએ. સુરજમુખીના બીજ, અળસી જેવા અનેક પ્રકારના બીજ પ્રેગનન્સી સમયે અનેક ફાયદો કરે છે. જો તમે આ બીજ ખાઓ છો તો ગર્ભમાં રહેલા બાળકનો માનસિક વિકાસ સારો થાય છે.

Related Posts