ગાંધીનગરમાં રહેતી ૧૩ વર્ષીય સગીરાને લલચાવી ફોસલાવી શારીરિક સંબંધો બાંધનારા ૩૩ વર્ષીય યુવાનની ઈન્ફોસિટી પોલીસે ધરપકડ કરી છે. ઈન્ફોસિટી પોલીસના જણાવ્યાં અનુસાર શહેરમાં શ્રમજીવી પરિવારની તેર વર્ષીય દીકરીને ૩૩ વર્ષીય વિપુલ રાવળ નામનાં વ્યક્તિએ લલચાવી ફોસલાવી પ્રેમજાળમાં ફસાવી હતી. જે બાદ સગીરાની એકલતાનો લાભ ઉઠાવી શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ અંગે શ્રમજીવી પરિવાર સાવ અજાણ હતો. ગાંધીનગરમાં ૧૩ વર્ષની સગીરાને પ્રેમ જાળમાં ફસાવી દુષ્કર્મ ગુજારનારા ૩૩ વર્ષીય આરોપીની પોલીસે ધરપકડ કરી લીધી છે. સગીરાને માસિક ધર્મ નહીં આવતાં તેની માતાએ કડકાઈથી પૂછપરછ કરતા સગીરાએ સમગ્ર હકીકત જણાવી હતી. તપાસમાં સામે આવ્યું કે, આરોપી પરણિત છે. જે અન્વયે સગીરાનું મેડિકલ તપાસ કરાવતાં તેની સાથે શારીરિક સંબંધ બાંધવામાં આવ્યાનું પુરવાર થયું હતું. આથી વિપુલની વિરુદ્ધ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી લેવામાં આવી છે. આ કેસમાં વધુ તપાસ કરતાં સામે આવ્યું કે, આરોપી વિપુલ પરણિત છે. આ દરમિયાન સગીરાને માસિક ધર્મ નહીં આવતાં તેની માતાએ કડકાઈથી પૂછપરછ કરી હતી. ત્યારે સગીરાએ વિપુલ રાવળ સાથે સંબંધ બાંધ્યા હોવાં અંગે વાત કરી હતી. જેનાં પગલે સગીરાની માતાએ ઈન્ફોસિટી પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી હતી.
પ્રેમજાળમાં ફસાવી ૧૩ વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનાર, ૩૩ વર્ષીય આરોપી પોલીસની પકડમાં

Recent Comments