fbpx
બોલિવૂડ

પ્રેમનું મૂલ્ય નહીં સમજનારા લોકોએ આખરે રડવાનો વારો આવે છે : સામંથા રૂથ પ્રભુ

સામંથા રૂથ પ્રભુ સાથે ડાઈવોર્સના થોડા સમયમાં જ નાગા ચૈતન્યનું નામ એક્ટ્રેસ શોભિતા ધુલિપાલા સાથે જાેડાયું હતું. તેઓ ડેટિંગ કરતાં હોવાની ચર્ચા લાંબા સમયથી છે અને તેમને અવાર-નવાર સાથે પણ જાેવાયા છે. સામંથાએ પહેલી વાર પૂર્વ પતિ નાગા ચૈતન્યના ડેટિંગ અંગે ચાલતી અટકળો પર રીએક્શન આપ્યું છે. સામંથાએ નાગા ચૈતન્યનું સીધું નામ લીધા વગર આકરી ટીકા કરી હતી. સામંથાએ જણાવ્યું હતું કે, પ્રેમનું મૂલ્ય નહીં સમજનારી વ્યક્તિ ગમે તેટલી છોકરીઓ સાથે ડેટિંગ કરે, પરંતુ તેમણે આખરે રડવાનો વારો આવે છે. અપકમિંગ ફિલ્મ શાકુંતલમના પ્રમોશન દરમિયાન નાગા ચૈતન્ય અંગે જવાબ આપતાં સામંથાએ જણાવ્યું હતું કે, કોની સાથે કોણ રીલેશનશિપમાં છે તેનાથી મને ફરક નથી પડતો. પ્રેમનું મૂલ્ય નહીં સમજનારી વ્યક્તિ કેટલા લોકો સાથે રીલેશનશિપમાં છે તેનો અર્થ નથી.

આખરે તો તેમણે રડવું જ પડશે. તે છોકરી ખુશ રહેવી જાેઈએ. જાે તે (નાગા ચૈતન્ય) પોતાનું વર્તન બદલે અને છોકરીની લાગણી દુભાવ્યા વગર તેને ખુશ રાખે તો તે દરેક માટે સારું છે. અગાઉ સામંથાએ પોતાના ડાઈવોર્સ અંગે વાત કરતાં જણાવ્યું હતું કે, તેના જીવનનો સૌથી દુઃખી સમય હતો. ચાર વર્ષના લગ્નજીવન બાદ સામંથા અને નાગા ચૈતન્ય ઓક્ટોબર-૨૦૨૧માં છૂટા પડ્યા હતા. સામંથાએ આ ઘટનાને અત્યંત દુઃખદ ગણાવતા કહ્યું હતું કે, તે સમયે ઘણાં ખરાબ વિચારો આવતા હતા, પરંતુ આ વિચારો મને બરબાદ ન કરે તેની કાળજી રાખી હતી. કપરા સમયે ઘણાં લોકો પડખે ઊભા હતા. હજુ એ આઘાતમાંથી બહાર આવી શકી નથી, પરંતુ સદનસીબે અગાઉ જેવો ખરાબ સમય હવે નથી. ઉલ્લેખનીય છે કે, સામંથા રૂથ પ્રભુની ફિલ્મ શાકુંતલમ ૧૪ એપ્રિલે રિલીઝ થઈ રહી છે. શાકુંતલમ હિન્દી ઉપરાંત તમિલ, મલયાલમ અને કન્નડમાં રિલીઝ થશે. આ ઉપરાંત વિજય દેવરકોન્ડા સાથે ખુશી અને વરુણ ધવન સાથે સિટાડેલ પણ પાઈપલાઈનમાં છે.

Follow Me:

Related Posts