પ્રેમમાં પછડાટ ખાધી તો પ્રેમીને મળ્યા રૂપિયા!.. આ સમગ્ર મામલો જાણો

પ્રેમમાં દિલ તૂટે તો મોટાભાગે લોકો નિરાશ થઈ જતા હોય છે. કેટલાક લોકો આઘાતમાંથી બહાર નીકળવામાં સફળતા મેળવી લે છે જ્યારે કેટલાક લોકો માટે આ કોઈ આઘાતમાંથી બહાર નીકળવામાં ઘણો સમય લઈ લે છે. આવા લોકો માટે એક ખબર આશાનું કિરણ બની શકે છે. સોશિયલ મીડિયા પર હાલ હાર્ટબ્રેક ઈન્શ્યુરન્સ ફંડ ખુબ ચર્ચામાં છે. જે પ્રેમમાં દગો ખાઈ ચૂકેલા લોકોને ફરીથી આત્મવિશ્વાસ મેળવવામાં મદદગાર સાબિત થઈ શકે છે.
શું છે આ હાર્ટબ્રેક ઈન્શ્યુરન્સ ફંડ?.. સોશિયલ મીડિયા પર પ્રતિક આર્યન નામના એક ટિ્વટર યૂઝરની પોસ્ટ હાલ ખુબ વાયરલ થઈ રહી છે. પ્રતિકે માઈક્રો બ્લોગિંગ સાઈટ પર પોતાની પોસ્ટમાં લખ્યું છે કે તેણે અને તેની ગર્લફ્રેન્ડે તેમની પ્રેમકહાની શરૂ કરતી વખતે નક્કી કર્યું હતું કે તેઓ દર મહિને એક જાેઈન્ટ એકાઉન્ટમાં ૫૦૦ રૂપિયા જમા કરશે. બંનેએ એવી સંધિ કરી હતી કે જે પણ દગો ખાશે તેને આ પૂરેપૂરી રકમ હાર્ટબ્રેક ઈન્શ્યુરન્સ ફંડ તરીકે આપી દેવામાં આવશે. ત્યારબાદ પ્રતિકે આ મુદ્દે ૨૫ હજાર રૂપિયા મળ્યાની વાત કરી છે.
તેનો અર્થ એ થયો કે તેનો બ્રેકઅપ થયું અને તેને હાર્ટબ્રેક ઈન્શ્યુરન્સ ફંડ તરીકે ૨૫ હજાર રૂપિયા મળ્યા છે. પ્રતિકે બીજી ટ્વીટમાં લખ્યું છે કે હાર્ટબ્રેક ઈન્શ્યુરન્સ ફંડ-એચઆઈએફ, રિલેશનશીપની સાથે પણ, રિલેશનશીપ પછી પણ. પ્રતિકની આ ટ્વીટ્સ પર અન્ય સોશિયલ મીડિયા યૂઝર્સે પણ રસપ્રદ પ્રતિક્રિયા આપી છે. જ્રજુટ્ઠંૈષ્ઠ૧૨ નામના યૂઝરે લખ્યું છે કે શું કરશો આટલા પૈસાનું? અન્ય એક યૂઝરે પ્રતિક્રિયા આપતા કહ્યું કે આ પ્રકારનો કાયદો બનાવી દવો જાેઈએ.
Recent Comments