પ્રેમિકાએ બહાર ફરવા આવવાની ના પાડતા પ્રેમિકા અને માતા પર યુવકનો હુમલો
પ્રિયંકા બહાર ફરવા જવા માટે ના કહી દીધી હતી. જેને લઇને આવેશમાં આવી ગયેલા પ્રેમી અજીત માછીએ પ્રિયંકાની માતાને ઢીક મુકીનો માર મારવા લાગ્યો હતો. માતાને બચાવવા જતા અજીતે તેના હાથમાં રાખેલા સળિયાથી પ્રિયંકાના માથાના ભાગે જાેરદાર ફટકો મારી દીધો હતો. હુમલો કર્યા બાદ આરોપી અજીત માછી ઘરના પાછળના રસ્તાથી ભાગી ગયો હતો. ઇજાગ્રસ્ત યુવતીને વલસાડ બાદ વધુ સારવાર અર્થે સુરત સિવિલમાં ખસેડવામાં આવી છે. ઉમરગામ પોલીસે પ્રેમી યુવક અજીત માછી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે
.ઉમરગામના પળગામે પ્રેમિકાએ બહાર ફરવા આવવાની ના પાડતા ગુસ્સે ભરાયેલા પ્રેમીએ યુવતીના માથાના ભાગે સળિયાથી હુમલો કરી દેતા ગંભીર ઇજા પહોંચી હતી. જ્યારે યુવતીની માતાને પણ ઢોર માર માર્યો હતો. ઉમરગામ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પળગામના પ્લાટ ફળિયામાં રહેતી ૧૮ વર્ષીય પ્રિયંકા ધરકામ કરીને જ્યારે તેમની માતા જીઆઇડીસીમાં આવેલી એક કંપનીમાં નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. શનિવારે ભાઇબીજના દિવસે પળગામના નવી નગરીમાં રહેતા પ્રિયંકાનો પ્રેમી અજીત અક્કાભાઇ માછી દારૂ પીધેલી હાલતમાં પ્રિયંકાના ઘરે પહોંચી ગયો હતો.
Recent Comments