પ્રેમિકાના પૂર્વ પતિએ હથોડીના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતાર્યો, પોલીસ કરી ધરપકડ
અમદાવાદના સાણંદમાં પોલીસને હત્યા નો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે, ગત તારીખ ૧ મે ના દિવસે સાણંદના ઉમાં એસ્ટેટમાં આવેલા ઇક્કોસેફ એગ્રી સાયન્સ ઇન્ડિયા નામની કંપનીમાં નોકરી કરતા અને સીમમાં ઓરડીમાં રહેતા અભિષેક ડાકોર નામના યુવકની હત્યા થઈ હતી. મૃતકના પિતાની ફરિયાદને આધારે સાણંદ પોલીસે તપાસ કરતા સામે આવ્યું કે અભિષેક ની હત્યા તેની સાથે રહેતી તેની પ્રેમિકા પ્રિયંકાના પૂર્વ પતિએ કરી છે. જેને આધારે સાણંદ પોલીસે હત્યારા પતિ જુવાન વડેરાની ધરપકડ કરી છે.
સમગ્ર મામલે હત્યારા જુવાન વડેરા અને મૃતકની પ્રેમિકા પ્રિયંકાની પોલીસ તપાસ દરમિયાન પૂછપરછમાં સામે આવ્યું કે, બંને એક વર્ષ પહેલાં પતિ પત્ની હતા. પરંતુ બંને વચ્ચે ચાલી રહેલા મન દુઃખ ને કારણે એક વર્ષ પહેલાં બંનેએ છૂટાછેડા લીધા હતા. બંને વચ્ચેના છૂટાછેડા બાદ પત્ની પ્રિયંકા તેના પ્રેમી અભિષેક સાથે રહેતી હતી. પ્રિયંકા અને પ્રેમી અભિષેક મૂળ રાજસ્થાનના વતની છે અને બંને રાજસ્થાન રહેતા ત્યારથી એક બીજાના પરિચયમાં હતા. આ ઉપરાંત અમદાવાદમાં પણ બંને એકજ કંપનીમાં કામ કરતા હતા અને એકબીજાના પાડોશી પણ હતા. પૂર્વ પતિ જુવાન વડેરા તેની પત્ની અને પ્રેમી વચ્ચેના સંબંધને લઈ રાતના સમયે પૂર્વ પત્નીના પ્રેમીના ઘરે પહોંચી હતો. જ્યાં અભિષેક અને પ્રિયંકા બંને ઘરે જ હતા ત્યારે હથોડી વડે અભિષેકને માથાના ભાગે માર મારી હત્યા કરી હતી. બાદમાં પૂર્વ પત્ની પ્રિયંકાને પણ માથા માં ઘા મારીને ઇજાઓ પહોચાડી હતી. જેને લઈ પૂર્વ પત્ની પ્રિયંકાને સારવાર હેઠળ ખસેડવામાં આવી હતી. જ્યારે પ્રિયંકાના પ્રેમીનું મોત નિપજ્યું હતું.
પોલીસ દ્વારા મૃતકના પિતાની ફરિયાદને આધારે આણંદ પોલીસે હત્યારા પતિ જુવાન વડેરાની ધરપકડ કરી છે. પોલીસ તપાસ કરી રહી છે કે અભિષેકની હત્યા બાદ જુવાન વડેરા તેની પૂર્વ પત્ની પ્રિયંકાની પણ હત્યા કરવા જઈ રહ્યો હતો કે ખરેખર તેને ઇજા પહોંચાડવાનો ઈરાદો હતો. આમ ડબલ મર્ડર કરવાના ઇરાદે તે અભિષેકના ઘરે પહોંચ્યો હોવાને લઈને પણ તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રિયંકાને પણ માથાના ભાગે અભિષેકની જેમ જ હથોડીના ઘા ઝીંક્યા હતા.
Recent Comments