fbpx
રાષ્ટ્રીય

પ્રેમિકાની માટે આ વ્યક્તિએ તેના શરીરનો આ ભાગ ૫ ઇંચ લાંબો કરવા ૧.૫ કરોડ ખર્ચ્યા

ભગવાને માણસને જે આપ્યું છે તેમાં ખુશ રહેવું જાેઈએ, પણ કેટલાક લોકો સાથે આવું હોતું નથી. એમાં પણ વાત શરીરની આવે તો લોકોની ઈચ્છાઓ અચાનક વધી જતી હોય છે. હાલમાં જ એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે, જેમાં યુવાને પોતાની પ્રેમિકા માટે પોતાના પગની લંબાઈનો વધારો કરાવ્યો છે. આમ તો પોતાની પ્રેમિકા માટે લોકો કંઈ પણ કરી જતા હોય છે પણ આ વ્યક્તિએ પોતાની પ્રેમિકાને રાજી કરવા માટે પોતાના પગની લંબાઈ ૫ ઈંચ વધારવા માટે ખૂબ જ દર્દનાક સર્જરી કરાવી ને તેની માટે ૧૭૦૦૦ ડોલર એટલે કે લગભગ દોઢ કરોડ રૂપિયા પણ ખર્ચી નાંખ્યા હતા. ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટ પ્રમાણે અમેરિકાના ૪૧ વર્ષીય મોસેસ ગિબ્સન હાલમાં સમાચારોમાં ચમકી રહ્યાં છે અને તેનુ કારણ પણ લોકોને ચોંકાવનારું છે. પોતાની હાઈટને અંગે વાત કરતી વખતે મૂસાએ રહ્યું કે, તેની લંબાઈ ૫ ફૂટ ૫ ઈંચ હતી અને પોતાની ઓછી હાઈટને કારણે તે શરમ અનુભવતો હતો. તેની ગર્લફ્રેન્ડ પણ તેની ઓછી હાઈટના કારણે તેને છોડીને જતી રહી અને અન્ય યુવતીઓ પણ તેને તેની હાઈટને કારણે જ નકારી કાઢતી હતી. જેને કારણે તેને પોતાની જાત પ્રત્યે નફરતની ભાવના જાગી.

તે જણાવે છે કે, મેં ઘણા પ્રયત્નો કર્યા કે હું લાંબો દેખાઉં. હું મારા બૂટ નીચે કપડાં પણ મૂકતો હતો જેથી કરીને હું લાંબો દેખાઉં, જાેકે, મારી આ તરકીબ પણ કામ ન આવી. તમામ પ્રયત્નો કરી નિરાશ થઈ ગયેલા ગિબ્સને તેની ઉઁચાઈ વધારવા શક્ય દરેક પ્રયત્નો કર્યા. તેણે ઈન્ટરનેટ પરથી હાઈટ વધારવાનો દાવો કરતી ગોળીઓ ખરીદી અને તેનુ સેવન પણ કર્યું. જાેકે તે ગોળીઓની પણ કોઈ અસર ન દેખાઈ અને તે ફરી નિરાશ થયો. હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે પોતાની હાઈટ વધારવાના જનૂનમાં તે તંત્ર મંત્ર અને કાળા જાદુ કરતા લોકોને પણ મળવા પહોંચી ગયો. પરંતુ ત્યાં પણ તે નિરાશ જ થયો. હાઈટ વધારવાના દરેક પ્રયત્નો અને તમામ પદ્ધતિઓ અજમાવી પરંતુ તેને કોઈ લાભ થયો નહી અને આખરે કંટાળીને તેણે સર્જરી દ્વારા પોતાના પગની લંબાઈ વધારવાનો ર્નિણય કર્યો હતો. તેણે જણાવ્યું કે આ ખૂબ જ પીડાદાયક હતું પરંતુ આ જ છેલ્લો ઉપાય હતો. મુસાએ વાત કરતા જણાવ્યું કે, તેણે આ સર્જરી કરાવવાનુ નક્કી કર્યું પણ સર્જરી કરાવવા માટે તેની પાસે પૂરતા પૈસા ન હતા. પૈસાની કમી પૂરી કરવા માટે તેણે દિવસ-રાત કામ કર્યું હતું. તે દિવસ દરમિયાન સોફ્ટવેર એન્જિનિયર તરીકે કંપનીમાં કામ કરતો અને રાત્રે ઉબર ટેક્સી ચલાવતો હતો. આ પ્રકારે કામ કરી તેણે ત્રણ વર્ષમાં ૭૫,૦૦૦ ડોલરની કમાણી કરી હતી. વર્ષ ૨૦૧૬માં પ્રથમ વખત તેની સર્જરી કરવામાં આવી હતી, જે સર્જરી બાદ તેની હાઈટ ૩ ઈંચ વધી હતી,

એટલે કે આ સર્જરી બાદ તેની હાઈટ ૫ ફૂટ ૮ ઈંચ થઈ ગઈ. આ બાદ મૂસાને ખૂબ ખુશી થઈ હતી. જાેકે, તે હજી પણ તેની હાઈટ વધારવા માંગતો હતો. હજી હાઈટ વધારવા માટે મૂસાએ આ વર્ષે માર્ચમાં બીજી સર્જરી કરાવી હતી. આ માટે તેણે અન્ય વધુ ૯૮,૦૦૦નો ખર્ચ કર્યો હતો. હવે તેને આશા છે આ સર્જરી બાદ તેની હાઈટ હજી ૨ ઈંચ વધશે. ડોકટરોના જણાવ્યા અનુસાર આ સર્જરી ખૂબ જ દર્દનાક અને પીડાથી ભરેલી હોય છે. આ સર્જરી કરવા માટે ટિબિયા અને ફાઈબ્યુલાના હાડકાં તોડવામાં આવે છે અને તેમાં ચુંબકીય પ્રવાહ પેદા કરવામાં આવે છે. આ બાદ લાંબા અંગ લગી ને પેચ દ્વારા તેને ફીટ કરવામાં આવે છે. જાે કે, આટલી પ્રોસેસ બાદ પણ એવું નથી કે હવે બધું જ બરાબર થઈ જાય. આ સર્જરી બાદ અંગ રિકવર થતાં મહિનાઓનો સમય લાગી જાય છે. ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે સર્જરી બાદ જ્યાં સુધી પગમાં નવા ટિશ્યુ ન બને ત્યાં સુધી આ સમસ્યા યથાવત રહે છે. ડૉક્ટરોએ કહ્યું કે, જાે મૂસા ઊંચાઈ વધારવાના ઉપકરણનો યોગ્ય રીતે ઉપયોગ કરે તો તે ૫ ફૂટ ૧૦ ઈંચ સુધી લાંબો થઈ શકે છે. ગિબ્સને કહ્યું કે, હવે હું મહિલાઓ સાથે વાત કરવામાં સંકોચ અનુભવતો નથી. મારી ગર્લફ્રેન્ડ મારી પાસે પાછી આવી ગઈ છે, આ સાથે જ મે શોર્ટ્‌સ પહેરીને મારી તસવીરો લેવાનુ પણ શરૂ કરી દીધું છે, જે આ પહેલા હું ક્યારેય પણ કરી શકતો ન હતો.

Follow Me:

Related Posts