વેરાવળમાં યુવાન મહિલાએ પતિ છોડીને પ્રેમી સાથે લગ્ન કરવાનું મન બનાવ્યું હતુ. જાેકે, પ્રેમી તેની પ્રેમીકાને હોટેલમાં છોડી ચાલ્યો ગયો અને પછી મહિલાને તેનો પતિ અને બાળકો યાદ આવ્યા અને મહિલાએ ફરીથી પતિ પાસે જવા માંગ કરી, અભયમ ટીમની મદદથી પતિએ પત્નીની ભુલ માફ કરી અને ફરી તેને ઘરમાં સ્થાન આપ્યું.
વેરાવળની કુસુમે(નામ બદલ્યું છે) ૧૮૧ અભયમ ટીમને વેરાવળ તાલુકાની એક હોટેલમાંથી ગભરાયેલા અવાજમાં ફોન કરી જણાવ્યું કે, મારો પ્રેમી મને લગ્નની લાલચ આપી હોટેલમાં મૂકીને જતો રહ્યો છે. મને નીકળવાની ના પાડી છે. તેથી તમે લોકો અહીં આવી મને અહીંથી લઇ જાઓ.
મહિલાનો ફોન આવતાં ૧૮૧ ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી મહિલા કુસુમ(નામ બદલ્યું છે)ની પૂછપરછ કરતાં તેણે જણાવ્યું કે, મારા પ્રેમીએ મારી સાથે વિશ્વાસઘાત કર્યો છે. તેણે મારા પૈસા માટે લગ્નની લાલચ આપી તેમજ મારા પતિથી મારા બાળકથી અલગ કરી અહીં લઇ આવ્યો હતો. જ્યારે મારી બેગમાથી પૈસા અને દાગીના લઇ લગ્ન કરવાને બદલે મને અહીં એકલી મૂકી ગાયબ થઇ ગયો છે.
મહિલાની બેગમાંથી પૈસા અને દાગીના લઇને પ્રેમી ગાયબ થઇ જતાં મહિલાને પોતાની ભુલ સમજાઇ અને પતિને આ લાલચુ માણસ માટે મુકી દીધાનો અફસોસ થયો. મહિલાઓ ૧૮૧ની ટીમને જણાવ્યું કે, મારે મારા પતિ અને બાળક પાસે જવું છે તમે મારા પતિને સમજાવો. ૮૧ અભયમ ટીમ મહિલાને પોલીસ સ્ટેશને લઇ જઇ ત્યાં તેના પતિને બોલાવી અને પતિને સમજાવી માણસ માત્ર ભૂલને પાત્ર હોય તેમજ મહિલાની ઉમર હજુ નાની છે. તેથી સમજણ શક્તિના અભાવે ભ્રમિત થઇ હોવાનું જણાવી માફ કરવા કહ્યું હતું. જ્યારે પતિએ પણ મોટુ મન રાખીને પત્નીને માફ કરી હતી.
Recent Comments