ગુજરાત

પ્રેમ લગ્નના ૫ મહિનામાં જ પતિ-સાસુથી કંટાળેલી યુવતીએ કર્યો આપઘાત

અમદાવાદમાં આપઘાતનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં આજે એક યુવતીએ આપઘાત કરી લીધો છે. માહિતી પ્રમાણે, જે યુવતીએ આપઘાત કરી લીધો છે, તેને પોતાના પતિ અને સાસુના ત્રાસથી કંટાળીને આ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યુ છે. સામે આવ્યુ છે કે, પતિ ચારિત્ર્ય પર શંકા રાખી અવારનવાર પત્નીને માનસિક અને શારિરીક ત્રાસ આપતો હતો. ખાસ વાત છે કે, પ્રેમ લગ્નના કર્યાના ૫ માસમાં જ યુવતીએ આપઘાત કરી લીધો છે. હાલમાં દાણીલીમડા પોલીસે આપઘાત કરનારી યુવતીના પતિ અને સાસુ વિરુદ્ધ ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી દીધી છે.

Related Posts