બોલિવૂડ

પ્રોડક્શન હાઉસે ‘પુષ્પા ૨’ની એક ક્લિપ રિલીઝ કરી ફેન્સને આપ્યું સરપ્રાઈઝ

પ્રોડક્શન હાઉસે પુષ્પા ૨’નો લેટેસ્ટ વિડીયો શેર કરીને ફેન્સને આપ્યું સરપ્રાઈઝ, લોકોએ કહ્યું “પુષ્પા ક્યાં છે?..”

‘ઝુકેગા નહીં સાલા’ આ શબ્દ આજકાલ દરેક નવજુવાનિયાઓના મોઢે જાેવા મળે છે. પુષ્પા મૂવીમાંથી આવેલ આ ટેગલાઈન અને એક્શન આજનો નવો ટ્રેન્ડ બની ગયો છે. પુષ્પા મૂવીના પહેલા પાર્ટ બાદ હવે ફેન્સ ‘પુષ્પા ૨’ને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. તાજેતરમાં એવા અહેવાલો આવ્યા હતા કે ‘પુષ્પા ૨’ મોકૂફ રાખવામાં આવી શકે છે, પરંતુ એવું લાગે છે કે મેકર્સ ચાહકોનું દિલ તોડવા માંગતા નથી. તેથી જ ‘પુષ્પા ૨’નો લેટેસ્ટ વિડીયો શેર કરીને ફેન્સને સરપ્રાઈઝ આપ્યું છે. હાલમાં જ પ્રોડક્શન હાઉસે ‘પુષ્પા ૨’ની એક ક્લિપ રિલીઝ કરી છે. આ ક્લિપ જાેઈને લોકો એ જાણવા ઉત્સુક છે કે પુષ્પા ક્યાં છે? આ વિડીયોને જાેઈને ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે મેકર્સ પુષ્પાની સિક્વલની રિલીઝ ડેટ ટૂંક સમયમાં જાહેર કરવા જઈ રહ્યા છે. આ ક્રિપ્ટીક વિડીયોમાં દર્શાવાયું છે કે પુષ્પા તિરૂપતિની જેલમાંથી ભાગી ગયો છે અને હવે ગુમ છે. આવી સ્થિતિમાં ચાહકોએ પુષ્પા ક્યાં છે, તેની શોધ શરૂ કરી દીધી છે. ફિલ્મ પ્રોડ્યુસર્સે જણાવ્યું કે તેઓ ૭ એપ્રિલે સાંજે ૪.૦૫ વાગ્યે આખો વિડીયો શેર કરશે.

આજકાલ દરેકના મોઢે ચઢેલા ‘ઝુકેગા નહીં સાલા’ આ મૂવીનો એક દમદાર ડાયલોગ છે. ‘પુષ્પા-ધ રાઇઝ’ ડિસેમ્બર ૨૦૨૧માં રિલીઝ થઈ હતી. અલ્લુ અર્જુન પુષ્પા રાજની ભૂમિકામાં જાેવા મળ્યો હતો. આ ફિલ્મે દેશમાં ભારે તરખાટ મચાવ્યો હતો. આ ફિલ્મના ગીતોથી લઈને ડાયલોગ્સ બધું જ ચાહકોને પસંદ આવ્યું હતું. મૂવીમાં રશ્મિકા મંદાના અલ્લુ અર્જુન સાથે જાેવા મળી હતી. આજે રશ્મિકાના બર્થડે પર આ ક્લિપ આવ્યા બાદ તેનો ખુલાસો પણ આ સપ્તાહે જ થવાની સંભાવના છે. આઈકન સ્ટાર અલ્લુ અર્જુનનો પણ ૮મી એપ્રિલે જન્મદિવસ છે. આમ મેકર્સ પુષ્પા ધ રૂલથી ફેન્સને સરપ્રાઈઝ આપી શકે છે. તાજેતરમાં જ એવા અહેવાલો આવ્યા હતા કે પુષ્પા ૨ સ્થગિત થઈ શકે છે. ‘પુષ્પા’ના આગળના ભાગનું શૂટિંગ બંધ થઈ ગયું છે અને ફિલ્મ મોકૂફ રાખવામાં આવી છે. આ અહેવાલ અગાઉ એવા રિપોર્ટ સામે આવ્યા હતા કે પુષ્પાની સિક્વલ આ વર્ષના અંત સુધીમાં રીલિઝ થવાની સંભાવના છે.

Related Posts