પ્રોડ્યુસર મધુ મંટેનાએ ૧૧ જૂને ઈરા ત્રિવેદી સાથે લગ્ન કર્યા હતા. તેમના લગ્ન અને રિસેપ્શનમાં બોલિવૂડની અનેક સેલિબ્રિટીઝે હાજરી આપી હતી. લગ્ન બાદ મધુએ પત્નીની સરનેમ પોતાના નામ પાછળ લગાવી છે. ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેમણે પોતાનું નામ મધુ મંટેના ત્રિવેદી કર્યું છે. લગ્ન બાદ મધુ અને ઈરા હનીમૂન માટે માલદીવ્સ ગયા છે. માલદીવ્સ વેકેશનના ફોટોગ્રાફ્સ પણ તેમણે શેર ક્યા છે. ઈરા અને મધુ ૧૦ વર્ષથી એકબીજાના પરિચયમાં હતા. ૧૮ મહિના પહેલાં તેમની સગાઈ થઈ હતી, પરંતુ કોરોનાના કારણે લગ્ન વિલંબમાં મૂકાયા હતા. મુંબઈ ખાતે તેમના ગ્રાન્ડ રિસેપ્શનમાં રાકેશ રોશન, રિતિક રોશન, સબા આઝાદ, અનિલ કપૂર, અનુપમ ખરે, આમિર ખાન, અલ્લુ અર્જુન, મધુર ભાંડારકર, સોનાક્ષી સિંહા, કાર્તિક આર્યન, સારા અલી ખાન, રાજકુમાર રાવ અને પત્રલેખા સહિત અનેક સેલિબ્રિટીઝે હાજરી આપી હતી. ઈરા સાથેના લગ્ન બાદ પોતાનું જીવન સંપૂર્ણ થયું હોવાનું મધુએ કહ્યું હતું. ઈરાની પોતાના જીવન પર ઊંડી અસર છે અને તેના કારણે ઈશ્વરની વધુ નજીક આવ્યા હોવાનું કહીને મધુએ પોતાની નવી દુનિયા બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ઈરા પ્રત્યેની લાગણીને અભિવ્યક્ત કરતાં મધુએ તેની સરનેમ પણ પોતાના નામ પાછળ લગાવી છે. સામાન્ય રીતે લગ્ન બાદ મહિલા દ્વારા પતિની અટક લગાવવામાં આવે છે. મધુએ અલગ ચીલો ચાતરીને નારી સશક્તિકરણના હિમાયતીઓને પ્રેરણા આપી છે.
પ્રોડ્યુસર મધુ મંટેનાએ પોતાના નામ પાછળ પત્નીની અટક લગાવી

Recent Comments