fbpx
રાષ્ટ્રીય

પ્રોપર્ટી માટે દીકરાઓ હૈવાન બન્યા,૭૨ વર્ષની વૃદ્ધ માતા પર લાકડીઓ લઈને તૂટી પડ્યા

ગુરુગ્રામ જિલ્લાના બજઘેરા ગામમાંથી એક ૭૨ વર્ષિય મહિલા સાથે તેમના બે દીકરા અને તેમની પત્નીઓએ કથિત રીતે સંપત્તિને લઈને મારપીટ કરી છે. વૃદ્ધ મહિલાને કેટલીય જગ્યાએ ફ્રેક્ચર થયા છે. સહાયક પોલીસ અધિકારી શિવ અર્ચના શર્માએ કહ્યું કે, તમામ સંદીગ્ધની ધરપકડ કરવામાં આવી છે. અમે મહિલાની સારવારમાં મદદ કરી છે. આ ઘટના ૨૨ ઓક્ટબરની છે. પોલીસે કહ્યું કે, મહિલાનો મોટો દીકરો ૪૦ વર્ષનો છે અને નાનો દીકરો ૩૭ વર્ષનો છે. તેમણે અને તેમની પત્નીઓએ પ્રોપર્ટી ટ્રાંસફરને લઈને મજબૂર કર્યા અને કેટલાય દિવસ સુધી ભૂખ્યા રાખ્યા. તેમ છતાં પણ માતાએ સંપત્તિ ટ્રાંસફર ન કરી તો, તેમણે મારવાનું શરુ કરી દીધું અને ૨૨ ઓક્ટોબરે આખી રાત રુમાં બંધ કરી રાખ્યા હતા. ભાંગી પડેલા વૃદ્ધ માતાએ તેમને ત્યાં રહેતા ભાડૂઆતને દરવાજાે ખોલી આપવા માટે વિનંતી કરી, એવું કહીને કે તેઓ કોઈને કહેશે નહીં.

સવારે જ્યારે ભાડૂઆતે દરવાજાે ખોલ્યો તો મહિલા ઘરમાંથી ભાગી ગઈ. આ કિસ્સાની જાણકારી ગામના મોટેરાઓને થઈ અને તેમણે તુરંત પોલીસને જાણ કરી, ઘટનાસ્થળ પર પોલીસ પહોલી અને સેક્ટર ૧૦ એના અધિકારીઓ દાદીમાંને હોસ્પિટલે પહોંચાડ્યા. પોલીસે કહ્યું કે, જ્યારે તેમણે મહિલાને જાેઈ, તેના ગળા પર એક નિશાન દેખાયું. જેનાથી ખબર પડે કે, દીકરા અને વહુઓએ તેમનું ગળુ દબાવાનો પ્રયાસ કર્યો છે. દાદીમાના ભાડૂઆત વિકાસ કુમારે કહ્યું કે, તેમના જમણો હાથ તૂટી ગયો છે. ડોક્ટરે તેને ઠીક કર્યો અને સર્જરી પણ કરી. તેમનું નાક પણ તૂટી ગયું હતું.

તેમને દીકરા અને વહુઓ લાકડીઓ લઈને માતા પર તૂટી પડતા તથા ગડદા પાટૂ મારતા. તેના માથા અને શરીરના અન્ય ભાગે પણ ગંભીર ઈજા થઈ છે. મહિલાના પતિનું આઠ વર્ષ પહેલા મોત થઈ ગયું છે, દાદીમાને ૨૫૦૦ રૂપિયા માસિક પેન્શન મળે છે. મહિલાએ ૨૩ ઓક્ટોબરે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, પણ હોસ્પિટલમાંથી મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ ગુરુવારે ફરિયાદ નોંધાઈ હતી. કુમારે કહ્યું કે, તે હાલમાં નઝફગઢ, દિલ્હીમાં પોતાના ચાર દિકરીઓમાંથી એકને ત્યાં રહે છે, તેઓ હાલમાં પણ સ્વસ્થ થયા નથી, તેમના બધા દીકરા દ્વારા તેમના બેન્ક ખાતામાં અને બઝઘેરા ગામનો એક પ્લોટ જેની કિંમત ૬૦-૭૦ લાખ રૂપિયા હશે, તે હડપી લેવા માટે આવા કાંડ કર્યા છે.

Follow Me:

Related Posts