પ્લાઝા વાયર્સ લિમિટેડનો ૈંર્ઁં શુક્રવાર ૨૯ સપ્ટેમ્બરના રોજ ખુલી રહ્યો છે. આ ૈંર્ઁં બુધવાર ૪ ઓક્ટોબર સુધી સબસ્ક્રાઇબ કરી શકાશે. કંપનીએ તેના ૈંર્ઁં માટે રૂ. ૫૧ થી રૂ. ૫૪ની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. આ ઑફર સંપૂર્ણપણે ફ્રેશ ઈશ્યુ છે. આ ૈંર્ઁં માટે લોટ સાઈઝ ૨૭૭ શેર રાખવામાં આવી છે. કંપની આ ૈંર્ઁં દ્વારા ?૭૧.૨૮ કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. આ ૈંર્ઁંમાં ૧,૩૨,૦૦,૧૫૮ સુધીના ઇક્વિટી શેર ઈશ્યુ કરવામાં આવશે. વર્ષ ૨૦૦૬ માં સ્થપાયેલ પ્લાઝા વાયર્સ લિમિટેડ વાયર, એલટી એલ્યુમિનિયમ કેબલ્સ અને ફાસ્ટ મૂવિંગ ઇલેક્ટ્રિકલ ગુડ્સ (હ્લસ્ઈય્)નું ઉત્પાદન અને વેચાણ કરે છે.
કંપની આ ઉત્પાદનોને પ્લાઝા કેબલ્સ, એક્શન વાયર અને ઁઝ્રય્ બ્રાન્ડ હેઠળ વેચે છે. પ્લાઝા વાયર્સનો આઈપીઓ હજુ ખૂલ્યો નથી અને કંપનીના શેર ગ્રે માર્કેટમાં સારા પ્રીમિયમ પર ટ્રેડ થતા જાેવા મળી રહ્યા છે. મંગળવારે ગ્રે માર્કેટમાં પ્લાઝા વાયર્સના શેર રૂ. ૧૩ (ઁઙ્મટ્ઠડટ્ઠ ઉૈિીજ ય્સ્ઁ)ના પ્રીમિયમ પર ટ્રેડ થતા જાેવા મળ્યા હતા. આ મુજબ આ શેર ૨૪.૭ ટકાના પ્રીમિયમ સાથે ૬૭ રૂપિયામાં સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થઈ શકે છે. રોકાણકારો પ્લાઝા વાયર્સ લિમિટેડના ૈંર્ઁંમાં ન્યૂનતમ ૨૭૭ ઇક્વિટી શેર અને ત્યારબાદ ૨૭૭ ઇક્વિટી શેરના ગુણાંકમાં બિડ કરી શકે છે. ઈક્વિટી શેર દીઠ રૂ. ૧૦ની ફેસ વેલ્યુનો આ જાહેર ઈશ્યુ સંપૂર્ણપણે નવો ઈશ્યુ હશે. આ ૈંર્ઁંમાં ૧,૩૨,૦૦,૧૫૮ સુધીના ઇક્વિટી શેર જારી કરવામાં આવશે. ૈંર્ઁંમાં વેચાણ માટે કોઈ ઓફર નથી.
ડિસ્ક્લેમરઃ અહેવાવાલમાં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, બજારમાં રોકાણ બજારના જાેખમોને આધીન છે. રોકાણકાર કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લેવી આવશ્યક છે.
Recent Comments