fbpx
અમરેલી

પ્‍લાસ્‍ટીક મુકત અમરેલી શહેરને બનાવવાં માટે અમરેલી નગરપાલિકા દ્વારા કડક હાથે કાર્યવાહી હાથ ધરી

અમરેલી નગરપાલિકા દ્વારા સરકારશ્રીનાં સોલીડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ રૂલ્‍સ – ૨૦૧૬ અંતર્ગત પ્રતિબંધિત પ્‍લાસ્‍ટીક મુકત અમરેલી શહેરને બનાવવાં માટે અમરેલી નગરપાલિકા દ્વારા કડક હાથે કાર્યવાહી હાથ ધરી આજરોજ સુવિધા પ્લાસ્ટિક , સુપર પ્લાસ્ટિક , જલારામ પ્લાસ્ટિક , જલારામ સેલ્સ એજન્સી , ક્રિષ્ના સેલ્સ એજન્સી , સચીનભાઈ પ્રવીણભાઈ , પંકજભાઈ તથા જગદીશભાઈ સાવરણીવાળા સહીત કૂલ ૮ જેટલા ઇસમોને રૂા. ૨૮૦૦/- (બે હજાર આઠસો) નો દંડ આજ રોજ ફટકારવામાં આવેલ છે.

અમરેલી નગરપાલિકાનાં પ્રમુખ મનીષાબેન રામાણી , કારોબારી ચેરમેનશ્રી સુરેશભાઈ શેખવા તેમજ ચિફ ઓફિસરશ્રી એચ. કે. પટેલ સુચના મુજબ સેનેટરી ઈન્‍સ્‍પેકટર એચ. જે. દેસાઈ દ્વારા શહેરને પ્‍લાસ્‍ટીક મુકત બનાવવાં માટે નગરપાલિકાનાં કર્મચારી એન બી ચાવડા , અશોકભાઈ એ. પરમાર , રાજુભાઈ આર. બસન , મહેશભાઈ બાબુભાઈ , એન ડી. સીતાપરા , મહેબુબભાઈ ચૌહાણ , પ્રફુલભાઈ ડી. ટીમાણીયા , રાજેન્દ્રભાઈ એલ ભટ્ટ , રાજુભાઈ બી. સીતાપરા , નવીનભાઈ બી. વાઘેલા સહિતની ટીમ બનાવી પર્યાવરણ બચાવવા તેમજ મુંગા પશુઓ માટે જીવલેણ સાબિત થતાં પ્‍લાસ્‍ટીકનું વેચાણ કરતાં વેપારીઓં તેમજ પ્લાસ્ટિક નો ઉપયોગ કરતાં તેમજ જાહેરમાં ગંદકી ફેલાવતા ઇસમો સામે કડક હાથે ઝુંબેશ શરૂ કરવામાં આવેલ છે. પાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ ટીમ દ્વારા શહેરમાં પ્રતિબંધિત પ્‍લાસ્‍ટીકનો વપરાશ કરતા ૮ જેટલા વેપારીઓને રૂા. ૨૮૦૦/-  (બે હજાર આઠસો) નો દંડ ફટકારવામાં આવેલ છે. શહેરની બજારોમાં કચરો ફેકનારા ઈસમો સામે પણ કડક હાથે દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે. શહેરનાં તમામ વેપારીઓ – નજરજનોએ પોતાની નૈતિક ફરજ સમજી શહેરને પ્‍લાસ્‍ટીક મુકત બનાવવા તેમજ કચરા મુક્ત બનાવવા સહભાગી બની દંડનીય કાર્યવાહીથી બચવાં આથી જાહેર અપીલ કરવામાં આવે છે.

Follow Me:

Related Posts