ગુજરાત

ફરસાણની દુકાનો પર વહેલી સવારથી જ ફાફડા-જલેબીની ખરીદી માટે ગ્રાહકોની લાંબી કતારોજલેબી-ફાફડા આરોગી લોકોએ ધામધૂમથી દશેરાની ઉજવણી કરી

દશેરાનું પર્વ ફાફડા-જલેબીની જ્યાફત વગર અધુરો મનાય છે. ત્યારે આજે દશેરા પર્વને લઇ અમદાવાદની તમામ ફરસાણની દુકાનો પર વહેલી સવારથી જ ફાફડા-જલેબીની ખરીદી માટે ગ્રાહકોની લાંબી કતારો જાેવા મળી રહી છે. દશેરાના પર્વે ચાલી આવતી વર્ષો જૂની પરંપરા આ વર્ષે પણ અવિરતપણે જાેવા મળી છે. આજે દશેરા પર્વને લઇ અમદાવાદની તમામ ફરસાણની દુકાનો પર વહેલી સવારથી જ ફાફડા-જલેબીની ખરીદી માટે ગ્રાહકોની લાંબી કતારો જાેવા મળી છે. દશેરાના પર્વે ચાલી આવતી વર્ષો જૂની પરંપરા આ વર્ષે પણ અવિરતપણે જાેવા મળી છે. ફાફડા જલેબીના ભાવમાં કોઇ પણ ભાવ વધારો થયો નથી. જાે કે કિલો ઘી વાળી જલેબીનો કિલોનો ભાવ રૂપિયા ૫૦૦ તેમજ કિલો ફાફડાનો ભાવ રૂપિયા ૪૮૦ જેટલો છે. વેપારીઓને ફાફડા-જલેબી બનાવવા માટે એડવાન્સ ઓર્ડર મળી રહ્યા છે. ઓલપાડ, હાથસા અને ભરૂચ સહિતના વિસ્તારથી વેપારીઓને ફરસાણના ઓર્ડર મળ્યા છે. તો ફરસાણમાં ભાવ વધારો ન થતા લોકોમાં રાહતનો શ્વાસ છે. લોકો ધામધૂમથી દશેરાની ઉજવણી કરી રહ્યા છે.

Related Posts