નાસ્તામાં ચણાના લોટની તીખી સેવ ખાવાની બહુ જ મજા આવે છે. તીખી સેવની સાથે ચા, કોફી અને દૂધ પીવાની બહુ જ મજા આવે છે. તીખી સેવ તમે લગ્નના નાસ્તામાં પણ રાખી શકો છો. આ સાથે જ તીખી સેવને તમે મમરા સાથે ખાઓ છો તો પણ મજ્જા પડી જાય છે. તો જાણી લો ફરસાણના દુકાનમાં મળતી તીખી સેવ તમે કેવી રીતે ઘરે બનાવશો.
સામગ્રી
2 કપ ચણાનો લોટ
લાલ મરચુ
અજમો
બેકિંગ સોડા
હીંગ
હળદર
તળવા માટે તેલ
સ્વાદાનુંસાર મીઠું
પાણી
બનાવવાની રીત
- ચણાના લોટની તીખી સેવ બનાવવા માટે સો પ્રથમ એક વાસણ લો અને એમાં ઉપર જણાવ્યા મુજબ બધી સામગ્રી મિક્સ કરી લો.
- હવે એમાં એક ચમચી તેલ ઉમેરીને લોટ બાંધી લો.
- સેવ સોફ્ટ કરવા માટે તમારે લોટને બરાબર ગુંથવું પડશે.
- હવે એક પેનમાં તેલ લઇને એને ધીમી આંચ પર થવા દો.
- આ પ્રોસેસ થઇ જાય એટલે સેવ બનાવવા માટેનો સંચો લો.
- સેવ બનાવવાના સંચામાં નીચે ઝીણી ઝાળી મુકો અને આ લોટ નાંખો. પછી સંચાને ઢાંકણથી બંધ કરી લો.
- તેલ ગરમ થઇ જાય એટલે સંચાની મદદથી ઝીણી સેવ પાડો.
- હવે આ ઝીણી સેવને આછા બ્રાઉન રંગની થાય ત્યાં સુધી તળો.
- તો તૈયાર છે ચણાના લોટની ઝીણી સેવ.
- આ ઝીણી સેવ તળતી વખતે ખાસ ધ્યાન એ રાખો કે દાઝી ના જાય, નહિં તો દેખાવમાં શ્યામ લાગશે અને સ્વાદમાં થોડી કડવાશ પણ લાગશે.
- ચણાના લોટની આ ઝીણી સેવ તમે 15 થી 20 દિવસ સુધી સ્ટોર કરી શકો છો.
- આ સેવ પાડતી વખતે ખાસ ધ્યાન એ રાખજો કે તેલના છાંટા તમારી પર ઉડે નહિં.
Recent Comments