ગુજરાત

ફરીથી રમશે ગુજરાત ખેલ મહાકુંભમાં આજથી રજીસ્ટ્રેશન શરું, અધધ ઈનામાે રહેશે આ વખતે માેટું લક્ષ્યાંક

દેશમાં ગુજરાત સ્પોર્ટ્સ હબ તરીકે ઉભરી રહ્યું છે
. આ વર્ષે કોવિડ-૧૯ની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ખેલમહાકુંભ યોજાશે. આજે ગુજરાતમાં ઓલમ્પિક જેવી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓનું આયોજન થઇ શકે તે પ્રકારે ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલોપ થઇ રહ્યું છે. 

તે પહેલા વિદ્યાર્થીઅાેને તૈયાર કરવાનું અાયાેજન છે. ગુજરાતમાં વિદ્યાર્થીઅાે સ્પાેર્ટ્સ ક્ષેત્રે તૈયાર થાય તે જરૂરી છે. ખેલ મહાકુંભમાં અાજથી રજીસ્ટ્રેશન શરું કરવામાં અાવ્યા છે. જેમાં અધધ 30 કરાેડના ઈનામાે, વિવિધ 29 રમતાે માટે રાખવામાં અાવ્યા છે. 
દિવ્યાંગ ખેલાડીઅાે માટે સ્પેશિયલ મહાકુંભનું અાયાેજન કરવામાં અાવ્યું છે. જેથી તેમને પણ સ્પાેર્ટ્સ કારકિર્દીનાે લાભ મળશે. અાેનલાઈન રજીસ્ટ્રેશન પણ કરાવી શકાય છે. 

ગૃહપ્રધાન હર્ષભાઇ સંઘવીઅે કહ્યું કે, ખેલ મહાકુંભ એ માત્ર રમત નથી પરંતુ રમત-ગમતના કૌશલ્ય નિર્માણનું માધ્યમ છે
. તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સેવેલી ખેલમહાકુંભની મુહીમ આજે નવા આયામો સાકાર કરી રહી છે
. ખેલમહાકુંભ’ ના પગલે રાજયના ખેલાડીઓ વૈશ્વિક કક્ષાએ પોતાનું કૌશલ્ય ઝળકાવી શક્યા છે.

2010માં યોજાયેલા ખેલમહાકુંભમાં ભાગ લેવા માટે સાડા સોળ લાખ જેટલા રમતવીરોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. ગુજરાતના યુવાનો-રમતવીરોને અપીલ કરતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, આઝાદીના અમૃત વર્ષે ખેલમહાકૂંભમાં 75 લાખ રસ્ટ્રેશનનું લક્ષ્ય છે. આઝાદીના અમૃત મહોત્સવ વર્ષે ગુજરાતના કિશોર, તરૂણ, યુવાનો નાના મોટા સૌ અને રમતવીરો આ ખેલમહાકૂંભના મહત્તમ ભાગીદાર બને એમ મુખ્યમંત્રીઅે ઉમેર્યું હતું. ખેલમહાકૂંભના આ કર્ટેન રેઝર અવસરે મુખ્યમંત્રીએ દેશના સ્વાતંત્રવીરોમાંથી–મહાપુરુષોમાંથી ફીટનેસની પ્રેરણા લેવાનો પણ અનુરોધ કર્યો હતો. સ્વસ્થ રાજ્યના નિર્માણ માટે ખેલમહાકૂંભ જેવા આયોજનો સહાયરૂપ બનશે 

Related Posts