ફરીયાદી પક્ષે એડવોકેટ સંદીપ પંડ્યા ની ધારદાર દલીલો માન્ય રાખી કોર્ટ સજાનો હુકમ કર્યો
છેતરપિંડી ની સજા :-અમરેલી નાં એક ઈસમ દ્વારા દોઢ વર્ષ પહેલા તેમનાં ઘરે શુભ પ્રસંગ હોય “ડીજે અને ફોટોગ્રાફી “નું કામ ફરિયાદી ને આપેલ હતું.77000/-માં નક્કી થયા મુજબ નું કામ કરી ફરિયાદી ને રોકડા પૈસા ને બદલે પોતાના બેન્ક ખાતાનો ફરિયાદી ના બિલ મુજબ નો ચેક આપી વચન અને વિશ્વાસ આપેલો કે તમે આ ચેક બેન્ક માં વટાવશો એટલે તમને તમારા બિલ મુજબ ના નાણાં મળી જાશે ત્યાર બાદ ફરિયાદી એ આ આરોપી એ આપેલ ચેક પોતાના બેન્ક ખાતામાં વટાવવા નાખતા બીજા દિવસે આ ચેક આરોપીના ખાતામાં પૂરતું બેલેન્સ નો હોવાથી રિટન થતાં ફરિયાદી એ આરોપી ને આ અંગે જાણ કરતા આરોપી દ્વારા ગલ્લા તલ્લા કરી ફરિયાદી ને રકમ નહીં ચૂકવી છેતરપિંડી આચરી હતી.
ત્યાર બાદ તે અંગે કોર્ટ માં ચેક રિટર્ન ની ફરિયાદ થતાં ફરિયાદી પિયુષ મહેન્દ્રભાઈ લેઉવા નાં પક્ષે રોકાયેલ વિદ્વાન વકીલ સંદીપ પંડયા ની ધારદાર દલીલો તેમજ ઝીણવટ ભરી કાયદાકીય રજુઆતો ના અંતે અને તેમણે ઉપસ્થિત કરેલા પુરાવાઓ નાં આધારે અમરેલી કોર્ટ દ્વારા છેતરપિંડી નાં કેસમાં આરોપી નિલેશ સોલંકી ને ગુનેગાર ઠેરવી એક વર્ષ ની કેદ અને રૂ.77000/-ની રકમ ચૂકવવા આદેશ કર્યો હતો અને જો તેમ કરવામાં કસૂર કરે તો વધુ છ મહિનાની કેદનો હુકમ એડિશનલ ચીફ જ્યુડીશયલ મેજિસ્ટ્રેટ ની કોર્ટ દ્વારા કરવામાં આવ્યો હતો.
Recent Comments