ફરી ઈરાનમાં મહિલાઓ માટે નવો ડ્રેસ કોડ લાગુ કરાયોઈરાનમાં ફરી એકવાર મહિલાઓ માટે નવો કાયદો, મહિલાઓના ટાઈટ કપડા પર પ્રતિબંધ
ઈરાનમાં નવો ડ્રેસ કોડ લાગુ કરવામાં આવી રહ્યો છે. આ વખતે માત્ર મહિલાઓ માટે જ નહીં પરંતુ પુરુષો માટે પણ નિયમો લાગુ કરવામાં આવશે. ઈરાનની સંસદે આને લગતું બિલ પસાર કર્યું છે. જાે મહિલાઓ માટે ટાઈટ કપડા પર પ્રતિબંધ છે તો પુરુષોએ પણ નવા ડ્રેસ કોડ મુજબ કપડાં પહેરવા પડશે. જાે મહિલાઓ હિજાબ વગર પકડાય છે અને દોષી સાબિત થાય છે તો તેમને દસ વર્ષની જેલની સજા થઈ શકે છે. આ બિલને સંસદમાં લગભગ તમામ સાંસદોનું સમર્થન મળ્યું છે. ઈરાનની સંસદ દ્વારા પસાર થયા પછી, આ બિલની ગાર્ડિયન કાઉન્સિલ, મૌલવીઓ અને કાનૂની નિષ્ણાતોના જૂથ દ્વારા ચકાસણી કરવી પડશે. આ પછી તે કાયદો બની જશે. સંસદમાં આ બિલના સમર્થનમાં ૧૫૨ વોટ પડ્યા જ્યારે વિરોધમાં ૩૪ વોટ પડ્યા.
આ સિવાય સાત સાંસદોએ મતદાન કર્યું ન હતું. આ બિલ એવા સમયે આવ્યું છે જ્યારે મહસા અમીનીના મૃત્યુની વર્ષગાંઠ પર ફરીવાર મહિલાઓનો ગુસ્સો સામે આવ્યો છે. હિજાબ ન પહેરવાના આરોપમાં અમીનની ધરપકડ અને કસ્ટડીમાં મૃત્યુ બાદ ઈરાનમાં મહિલાઓએ જાેરદાર વિરોધ કર્યો હતો. ગયા વર્ષે, મહિનાઓ સુધી ચાલેલા વિરોધમાં, મહિલાઓએ તેમના માથાના સ્કાર્ફ સળગાવી દીધા, તેમના વાળ કાપી નાખ્યા અને પશ્ચિમી ડ્રેસમાં શેરીઓમાં જાેવા મળી હતી. આ સમયગાળા દરમિયાન, સેંકડો લોકોએ કથિત રીતે પોલીસ કાર્યવાહીમાં જીવ ગુમાવ્યો હતો.
ત્યારપછીના દિવસોમાં એવું જાેવા મળ્યું કે મહિલાઓએ હિજાબ પહેરવાનું બંધ કરી દીધું હતું. મહિલાઓ જાહેર સ્થળોએ માથાના સ્કાર્ફ વિના જાેવા મળી હતી. દેખરેખ માટે, ઈરાન સરકારે બજારમાં અને આંતરછેદ પર સીસીટીવી કેમેરા લગાવ્યા હતા. રસ્તાઓ પર મોરલ પોલીસની હાજરી હોવા છતાં જાહેર સ્થળોએ મહિલાઓ ર્નિભયપણે જાેવા મળી હતી. હવે મોરલ પોલીસને નવા નિયમો લાગુ કરવા માટે કડક આદેશ આપવામાં આવી શકે છે. સૂચિત કાયદા માટે ગાર્ડિયન કાઉન્સિલની મંજૂરી બાદ પોલીસ માત્ર મહિલાઓ જ નહીં પરંતુ પુરુષો સાથે પણ કડકાઈથી વ્યવહાર કરશે.
ઈરાનમાં ૧૯૭૯ની ક્રાંતિ બાદથી મહિલાઓ માટે ડ્રેસ કોડ અમલમાં છે. સૂચિત કાયદામાં એવી જાેગવાઈ છે કે મહિલાઓ ટાઈટ કપડા પહેરી શકતી નથી અથવા શરીરના અંગો દેખાતા કપડાં પર પ્રતિબંધ હશે. દેશના શરિયા નિયમો પર આધારિત નવો કાયદો જાેગવાઈ કરે છે કે તરુણાવસ્થા પછી, સ્ત્રીઓ અને છોકરીઓએ તેમના વાળને હિજાબથી ઢાંકવા પડશે અને તેમના શરીરના ભાગોને છુપાવવા માટે લાંબા, ઢીલા કપડાં પહેરવા પડશે. પુરૂષોને તેમની છાતી અથવા પગની ઘૂંટી ઉપરનો ભાગ દેખાય તેવા કપડાં પહેરવા પર પ્રતિબંધ રહેશે. વર્તમાન કાયદામાં નિયમોનું ઉલ્લંઘન કરવા પર ૧૦ દિવસ અથવા બે મહિનાની જેલ અથવા ૫ હજારથી ૫૦ હજાર ઈરાની રિયાલ અથવા રૂપિયાની દ્રષ્ટિએ ૯થી ૯૮૪ રૂપિયા સુધીના દંડની જાેગવાઈ છે. સૂચિત કાયદામાં, સજાને વધારીને દસ વર્ષ કરવામાં આવી છે અને નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ પર ૧૮૦-૩૮૦ મિલિયન રૂપિયા અથવા ૩ લાખથી ૬ લાખ રૂપિયાના દંડની જાેગવાઈ કરવામાં આવી છે. આ સિવાય જે લોકો મીડિયા, એનજીઓ અથવા વિદેશી સરકારો સાથે મળીને ‘નગ્નતાને પ્રોત્સાહન’ આપે છે અથવા હિજાબની મજાક ઉડાવે છે, તેમને ચોક્કસપણે દંડ અને જેલની સજા થશે. આ ઉપરાંત જે વાહનોમાં મહિલાઓ હિજાબ વગર મુસાફરી કરી રહી છે તેના માલિકો પર પણ દંડ વસૂલવામાં આવશે.
Recent Comments