fbpx
ગુજરાત

ફરી એક વાર વડોદરા પોલીસ આવી એક્શનમાંબાપોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ દ્વારા રેડ કરી બોલેરો પીકઅપમાંથી મોટી સંખ્યામાં દારૂનો પકડી પાડવામાં આવ્યો

પોલીસ વિભાગને ફરી એક વાર મોટી સફળતા મળી છે, વડોદરાના બાપોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ દ્વારા બાતમીના આધારે રેડ કરી હતી જેમાં બોલેરો પીકઅપમાંથી તેની કિંમત કરતા વધારેની કિંમતનો દારૂ તેમાંથી ઝડપાયો છે. સમગ્ર કાર્યવાહીમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. જ્યારે બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. દેશમાં અને રાજ્યમાં ગણેશોત્સવની ઉજવણીની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ત્યારે વડોદરા શહેરમાં પ્રોહીબીશનના કાયદાની અમલવારીને લઇને પોલીસ તંત્ર સતર્ક રહીને કામગીરી કરી રહી છે.

જેની સાબિતી આપતી ઘટના સામે આવવા પામી છે. બાપોદ પોલીસ મથક વિસ્તારમાં દારૂના જથ્થાની હેરાફેરી કરતા તથા તેનું વેચાણ કરતા અસામાજીક તત્વોને શોધી કાઢવા માટે પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ અને લોકરક્ષકને સંયુક્ત બાતમી મળી કે, બિજેન્દર ઉર્ફે લલીત શર્મા (રહે. હરીયાણા) એ તેની બોલેરો પીક અપ ગાડીમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો સંતાડીને આજવા રોજ થઇ સરદાર એસ્ટેટમાં ઉતારવાનો છે. પોલીસની ટીમે તે આધારે કાર્યવાહી કરતા સફળતા મળી છે.

પોલીસ કાર્યવાહીમાં સપ્લાયર બિજેન્દર ઉર્ફે લલીત ઇશ્વરસિંગ શર્મા (રહે. હરીયાણા) ની ધરપકડ કરીને કારમાંથી રૂ. ૫.૨૮ લાખનો દારૂનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. અને રૂ. ૫ લાખની કિંમતની કાર તથા રૂ. ૫ હજારનો મોબાઇલ ફોન જપ્ત કર્યો છે. આ મામલે કારની કિંમત કરતા તેમાંથી મળેલા દારૂની કિંમત ઉંચી જવા પામે છે તેમજ આ કાર્યવાહીમાં પોલીસ દ્વારા બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. તે પૈકી દારૂનો જથ્થો મોકલનાર નવીન જાટ (રહે. ૧૧૦, સેક્ટર, ગુરૂગ્રામ) અને દારૂનો જથ્થો લેનાર અજાણ્યો ઇસમ છે. પોલીસે ઉપરોક્ત કાર્યવાહીમાં કુલ મળીને રૂ. ૧૦.૩૩ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને આગળની કાર્યવાહી કરવામાં આવી છે.

Follow Me:

Related Posts