ગુજરાત

ફરી એક સરકારી અધિકારી પાસે વધુ મિલકતનો કિસ્સો સામે આવ્યો

સુરત ્‌ર્ઁંની અપ્રમાણસર મિલકતનો મામલો સામે આવતા એસીબી દ્વારા તપાસ શરૂ સુરત ટીપીઓની અપ્રમાણસર મિલકતનો મામલાનો છેડો છેક વલસાડ સુધી પહોંચ્યો છે. સુરતના ટીપીઓ કૈલાસ ભોંયાની અપ્રમાણસર મિલકતો છે. વલસાડ ખાતે જુદી-જુદી જગ્યાઓ પર સંપત્તિ ગોઠવવામાં આવી છે. સુરત ટીપીઓની અપ્રમાણસર મિલકતનો મામલાનો છેડો છેક વલસાડ સુધી પહોંચ્યોછે. સુરતના ટીપીઓ કૈલાસ ભોંયાની અપ્રમાણસર મિલકતો છે.

વલસાડ ખાતે જુદી-જુદી જગ્યાઓ પર સંપત્તિ ગોઠવવામાં આવી છે. વડોદરા અને વલસાડ એસીબીએ આ કિસ્સામાં તપાસ હાથ ધરી છે. સુરતના ટીપીઓ કૈલાસ ભોંયાની જૂજવા, અબ્રામા, કાજણહરી સહિતના વિસ્તારોમાં સંપત્તિ છે. જલારામનગર ખાતેના રોહાઉસ પર પણ એસીબી ત્રાટકી છે અને તપાસ શરૂ કરી છે. આમ કૈલાસ ભોંયાની સંપત્તિના જેમ-જેમ અંકોડા મેળવતા જાય છે તેમતેમ સંપત્તિની વધુને વધુ વિગતો બહાર આવતી જાય છે. આના પગલે એસીબી પણ ચોંકી ઉઠી છે. એસીબીની આ તપાસ ફક્ત સુરતના ટાઉન પ્લાનિંગ ઓફિસર સુધી જ સીમિત રહેવાની નથી. આગામી સમયમાં લગભગ બધા શહેરોના ટીપીઓ સામે આ રીતે એસીબીની તપાસનો ફણગો ફૂટવાના છે. આમ આગામી દિવસોમાં આ તપાસનું કાર્યક્ષેત્ર વિસ્તરતું જ જવાનું છે. રાજ્યમાં લગભગ પોણા બસો જેટલા ટાઉન છે અને તેના ટીપીઓ છે. તેમા મોટાભાગના ભ્રષ્ટ હોવાનું માનવામાં આવે છે.

Related Posts