રાજ્યમાં ભૂકંપની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. ઊભો થયો હતો. કચ્છમાં ભૂકંપના આંચકાઓ શરૂ થયા છે. ત્યારે મે મહિનાના ૨૦ દિવસમાં આજે ભૂકંપનો ચોથો આંચકો આવ્યો છે. ભૂકંપને લઈ લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. જોકે જાનહાનિની કોઈ વિગત સામે આવી નથી.
સોમવારે સવારે ૧૦.૩૬ વાગે કચ્છમાં ૩.૪ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેમાં કેન્દ્રબિંદુ લખપત નજીક ભારત પાકિસ્તાન બોર્ડર પર નોંધાયું હતું. મે મહિનામાં આવ્યા ભૂકંપના ૯ આંચકા જેમાંથી ૪ આંચકા કચ્છમાં અને ૪ આંચકા તાલાળામાં આવ્યા છે. જ્યારે ભૂકંપનો એક આંચકો મહેસાણામાં આવ્યો છે.
મે મહિનામાં આવેલ ભૂકંપના આંચકાની વિગત-
૩ મે – રાત્રીના ૧૦.૫૬ કલાકે કચ્છમાં ૨.૭ની તીવ્રતાનો આંચકો આવ્યો
૭ મે- સવાર ના ૪.૧૮ કલાકે કચ્છમાં ૨.૮ની તીવ્રતાનો આંચકો આવ્યો
૮ મે- બપોરના ૩.૧૪ કલાકે તાલાળામાં ૩.૭ની તીવ્રતાનો આંચકો આવ્યો
૮ મે- બપોરના ૩.૧૮ કલાકે તાલાળામાં ૩.૪ની તીવ્રતાનો આંચકો આવ્યો
૯ મે- સવારના ૫.૩૯ કલાકે કચ્છમાં ૨.૬ ની તીવ્રતાનો આંચકો આવ્યો
૯ મે- બપોરના ૧૨.૫૫ કલાકે તાલાળામાં ૩.૭ની તીવ્રતાનો આંચકો આવ્યો
૧૬ મે- સાંજના ૫.૩૩ કલાકે તાલાળામાં ૩.૨ની તીવ્રતાનો આંચકો આવ્યો
૧૭ મે- સવારના ૧૧.૪૦ કલાકે મહેસાણામાં ૨.૬ની તીવ્રતાનો આંચકો આવ્યો
૨૦ મે- સવારના ૧૦.૩૬ કલાકે કચ્છમાં ૩.૪ની તીવ્રતાનો આંચકો આવ્યો
Recent Comments