fbpx
ગુજરાત

ફરી સીંગતેલ, કપાસિયા, પામતેલના ભાવમાં કમરતોડ વધારો


એકાએક સિંગતેલમાં ૪૦ રૂપિયાનો વધારો કરાયો છે અને કપાસિયા તેલમાં ૨૦ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે, જ્યારે પામતેલમાં રૂપિયા ૧૫નો વધારો ઝીંકાયો છે. આ સાથે જ સીંગતેલ ડબ્બો ફરી ૨૫૩૫થી ૨૫૮૫ સુધી પહોંચ્યો છે. અને કપાસિયા તેલનો ડબ્બો ૨૪૦૫થી ૨૪૫૫ સુધી પહોંચ્યો છે. અત્રે નોંધનીય છે કે, માર્કેટ યાર્ડમાં મગફળીનો મણનો ભાવ ૧૧૫૦થી ૧૪૦૦ રૂપિયા છે, જ્યારે કપાસનો મણનો ભાવ ૧૦૦૦થી ૧૩૦૦ રૂપિયામાં સોદા થઈ રહ્યા હોવાના અહેવાલ છે.રાજ્યમાં તહેવોરોની સીઝન હવે દિવાળી સુધી ચાલનાર છે, ત્યારે મોંઘવારીના માર વચ્ચે પીસાતી ગૃહિણીઓ માટે ફરી એકવાર માઠા સમાચાર સામે આવી રહ્યા છે. સીંગતેલ, કપાસિયા તેલ અને પામતેલમાં ઘટાડા બાદ આજે ફરી ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. ખાદ્યતેલના ભાવમાં ફરીથી વધારો થતાં સામાન્ય માણસથી લઈને ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ શકે છે. આજે સિંગતેલમાં રૂ.૪૦નો વધારો કરવામાં આવ્યો છે, જ્યારે કપાસિયા તેલમાં ૨૦ રૂપિયાનો વધારો ઝીંકાયો છે. તેવી રીતે પામતેલમાં પણ ૧૫નો વધારો કરાયો છે. ખાદ્યતેલના ભાવ ભડકે બળી રહ્યા છે. છેલ્લા ઘણા દિવસોથી કપાસિયા તેલ, સિંગતેલના ભાવ એક સરખા ચાલી રહ્યા છે. જેના કારણે લોકોના ખિસ્સા પર તેની ભારે અસર પડી રહી છે. આમ છતાં આ ભાવને કાબૂમાં કરવા માટે પુરવઠા તંત્ર પાસે કોઇ જ રસ્તો નથી.

Follow Me:

Related Posts