fbpx
ભાવનગર

ફળોના ભાવમાં ૨૦થી ૫૦ ટકાનો થયેલો ભાવ વધારો

મધ્યમ વર્ગના પરિવારો માટે મોંઘવારી દિનપ્રતિદિન વધતી જાય છે ત્યારે પેટ્રોલ રાંધણ ગેસ અને ખાદ્યતેલ બાદ હવે શાકભાજીના ભાવમાં ભડકો થતાં ગૃહિણીઓનું કિચન બજેટ વિખાઈ ગયું છે. શાકના ભાવમાં બેથી અઢી ગણો વધારો થયા બાદ ફળો ખાવાનુ પણ મોંધુ થયુ છે. અને દર્દીને સામાન્ય રીતે નાળીયેર, મોસંબી, ચીકુ દેવામાં આવે છે. તેના ભાવો આસમાને પહોચ્યા છે.શહેરમાં હવે ધીમી ધીમે શિયાળાની ઋતુનું આગમન થાય તેના એંધાણ વર્તાઇ રહ્યાં છે ત્યારે શહેરમાં હજી ફળ-ફ્રૂટના ભાવમાં ઘટાડાને બદલે વધારો થયો છે. રોગીઓ માટે શક્તિદાયક અને નિરોગીને રોગીથી દુર રાખનારા ફળોના ભાવમાં વધારો હાલ મધ્યમ વર્ગને મુંઝવી રહ્યો છે. ખાસ કરીને દર્દીઓ માટે જરૂરી એવા નાળીયેર, નારંગી, સફરજન સહિતના ફળના ભાવમાં વધારો થયો છે.

Follow Me:

Related Posts