બોલિવૂડ

‘ફાઈટર’ ફિલ્મને અસરકારક બનાવવા ‘બ્રહ્માસ્ત્ર’ની ટીમને જવાબદારી સોંપી

રિતિક રોશન અને દીપિકા પાદુકોણની ફિલ્મ ફાઈટર એનાઉન્સ થઈ ત્યારથી ઉત્સુકતા જાેવા મળે છે. રિતિક અને દીપિકાને પહેલી વાર ઓનસ્ક્રિન સાથે જાેવા માટે ઓડિયન્સની આતુરતાની ઝલક સોશિયલ મીડિયા પર જાેવા મળે છે. ફિલ્મમાં એક્શન સીન્સનો મહત્ત્વનો ભાગ છે અને તેને અસરકારક બનાવવા માટે બ્રહ્માસ્ત્રમાં ફહ્લઠનું કામ કરનારી એજન્સીને ગ્રાફિક્સની જવાબદારી સોંપવામાં આવી છે. રિપોર્ટ્‌સ મુજબ ડાયરેક્ટર સિદ્ધાર્થ આનંદ અને ફાઈટરની ટીમે લીડિંગ કંપની ડ્ઢદ્ગઈય્ને ફહ્લઠનું કામ સોંપ્યું છે. ફાઈટરમાં એરિયલ એક્શન સીક્વન્સ સહિત ઘણાં એક્સાઈટિંગ સીન છે. ઈન્ડિયન ઓડિયન્સ માટે પહેલી વાર આ પ્રકારના સીન્સ આવી રહ્યા હોવાથી સફળ નીવડેલી કંપનીને આ કામ સોંપાયું છે. ફિલ્મના શૂટિંગને હાઈબ્રિડ મોડેલથી હાથ ધરવામાં આવશે. એક્શન સીન્સ હકીકતમાં શૂટ થશે, પરંતુ તેનો કેટલોક ભાગ વીએફએક્સની મદદથી બાદમાં ઉમેરવામાં આવશે. દીપિકા અને રિતિક પહેલી વાર આ ફિલ્મમાં સાથે કામ કરી રહ્યા છે. ફાઈટરને પણ આલિયા-રણબીરની ફિલ્મ બ્રહ્માસ્ત્રની જેમ ફ્રેન્ચાઈઝી મોડમાં ડેવલપ કરવાનો પ્લાન છે. દિવાળીના તહેવારો બાદ ૧૫ નવેમ્બરથી ફાઈટરનું શૂટિંગ શરૂ કરવામાં આવશે. જાન્યુઆરીમાં શાહરૂખની ફિલ્મ પઠાણ રિલીઝ બાદ લાંબા શીડ્યુલ શરૂ થશે. આ ફિલ્મમાં રિતિક અને દીપિકાની સાથે અનિલ કપૂર પણ છે. રિતિક અને રણબીર કપૂરની ફિલ્મ રામાયણ માટે વીએફએક્સનું કામ પણ આ જ એજન્સીને સોંપવામાં આવ્યું છે. 

Related Posts